HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર દ્વારા ઊમા વિધ્યાલય ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી હિંમતનગર દ્વારા ઊમા વિધ્યાલય ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ


શાળાના બાળકો આવતી કાલના નાગરિક છે તો બાળકોની જાગૃતિનું મહત્વ સમજાયું.
****

સાબરકાંઠા જિલ્લા પ્રાણી અત્યાચાર નિવારણ સોસાયટી દ્વારા ઊમા વિધ્યાલય હિંમતનગર ખાતે વિશ્વ ચકલી દિવસની ઉજવણી કરાઇ. કેળવણી મંડળના મંત્રીશ્રી રસીકભાઇ.ડી.પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ યોજાયો.

સોસાયટીના મેનેજીંગ સેક્રેટરીશ્રી ડૉ આર.એસ.પટેલે વિશ્વ ચકલી દિવસનુ મહત્વ તેની શરૂઆત અને લુપ્તથતી ચકલીઓની પ્રજાતિઓના સમયે લોક જાગૃતિ અને સંરક્ષણની જરૂરીયાત બાબતે વિગતવાર ચર્ચા કરી અને બાળકોની ભૂમીકા અને જીવદયા પ્રવૃતિ માટે સંવેદનાની જરૂરીયાત બાબતે ચર્ચા કરી.

આ પ્રસંગે સોસાયટીના ખજાનચી ડૉ.બંકિમ પટેલ તેમજ કારોબારી સભ્યશ્રી સર્વાનંદ ભટ્ટ, ડૉ.એકતાબેન પટેલ ઉપસ્થિત રહી પ્રાસંગિક પ્રવચન કરી શાળાના બાળકો આવતી કાલના નાગરિક છે તો બાળકોની જાગૃતિનું મહત્વ સમજાયું.

શાળાના આચાર્યશ્રી નરેન્દ્રભાઈ પટેલે સ્વાગત પ્રવચન અને બાળાઓએ મજાનું ચકલી ગીત રજૂ કર્યું અને શ્રીરસિકભાઈ.ડી.પટેલ એ અધ્યક્ષ તરીકે પ્રવચનમાં બાળકોને માળાનું વિતરણ થયેલ છે જે ઘરે લગાવા જાળવી રાખવા આહવાન કરી સોસાયટી દ્વારા યોજાયેલ કાર્યક્રમ માટે સોસાયટી નો આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે જીવદયા પ્રેમીઓ શ્રીમોહનભાઈ દડગા તથા શ્રી ગણપતભાઇ પટેલ ઉપસ્થિત રહ્યા.

Back to top button
error: Content is protected !!