KALOL(Panchamahal)PANCHMAHAL
કાલોલ નગરપાલિકા ના પ્રવેશ દ્વારે ખુલ્લી ગટર ના ખાડામાં ઈંટો ભરેલું ટ્રેક્ટર ફસાયું.કોન્ટ્રાકટર ની મોટી બેદરકારી સામે આવી.

તારીખ ૦૯/૦૭/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરપાલિકા દ્વારા બનાવાઈ રહેલ ગટર નુ કામ કેટલાક દિવસથી બંધ કરવામાં આવ્યું છે કે પછી કોન્ટ્રાકટર દ્વારા અધુરુ છોડી દેવામાં આવ્યુ છે જેને કારણે આસપાસના રહીશો દુકાનદારો ભારે પરેશાન થઈ રહ્યા છે આજ રોજ સાંજના સમયે ઈંટો ભરેલું ટ્રેક્ટર પાલિકાના ગેટ ની સામે ખુલ્લી ગટર ના ખાડામાં ફસાઈ ગયુ હતુ જેને લઈને પાલિકા સ્ટાફ અને કેટલાક કાઉન્સિલરો બહાર દોડી આવ્યા હતા ટ્રેક્ટર બહાર કાઢવામાં આવ્યા બાદ ખુલ્લી ગટર ના ખાડાની ઉપર સેન્ટિંગ ની પ્લેટો મૂકી આડાશ કરવામાં આવી હતી જોકે પાલિકા અને કોન્ટ્રાકટર દ્વારા ખુલ્લા ખાડા ને યોગ્ય રીતે ઢાંકી દેવામાં આવ્યો હોત તો ટ્રેક્ટર ફસાત નહી જો ટ્રેકટર ને બદલે કોઈ નાગરીક ખાડામાં પડ્યો હોત તો શુ થાત તેવો પ્રશ્ન કરી નાગરીકો પાલિકા અને કોન્ટ્રાકટર ની બેદરકારી સામે પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.





