સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ સમિતિની માસિક રૂટિગ બેઠક રાખવામાં આવી

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ સમિતિની માસિક રૂટિગ બેઠક રાખવામાં આવી હતી તેમાં દરેક તાલુકાના પ્રમુખ કાર્યકર્તાઓ જિલ્લા ના કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા અને આ બેઠકમાં અત્યારે હાલ માં સરકાર શ્રી દ્વારા ટેકાના ભાવે જે મગફળીની ખરીદી કરવામાં આવે છે તેમાં ખાલી બારદાન નું વજન કરતો ૬૫૦ થી ૭૦૦ ગ્રામનું હોય છે તેમ છતાં એક કિલો વધારાનું એટલે કે એક કિલો વજન ગણી ને ભરતી કરે છે તેથી એક કટ્ટા દીઠ ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વજન વધારે જતું હોય છે તો ખેડૂતને ૧૧૪ કટ્ટો એટલે કે ૨૦૦ મણ વજન જ્યારે વેચાણ કરે છે ત્યારે તેને સરેરાશ 30 થી 50 કિલો નું નુકસાન થાય છે તો સરકારશ્રીના પરિપત્ર મુજબ માર્કેટ યાર્ડમાં ખુલ્લી હરાજી થી જે ખેડૂતનો માલ વેપારીઓ રાખે છે તેમાં જે 100 ગ્રામ કાપવામાં આવતું હતું તે પણ સરકારના પરિપત્ર મુજબ બંધ કરેલ છે તો આ તો સરકાર પોતે જ ટેકાના ભાવે ખરીદી કરે છે અને ધોળા દિવસે ખેડૂતોને ૩૦૦ થી ૪૦૦ ગ્રામ વેબીજ વધારે લઈ લે છે તો આ બાબતે ઈન્ડિ એગ્રો એજન્સીના મેનેજર શ્રી ને, મામલતદાર સાહેબશ્રી ને રજૂઆત કરી હતી છેવટે આજરોજ કલેકટર કચેરીએ રજૂઆત કરી હતી પરંતુ તેનું પરિણામ નજીકમાં દેખાતું નથી અને આ રીતે જો ચાલુ રહેશે તો એક મહિના માં સીઝન પૂરી થાય તેમ છે તો આ બાબતે ખેડૂતો ધોળા દિવસે લૂંટાઈ રહ્યા છે તે માટે તાત્કાલિક યોગ્ય ઘટતું કરવા કલેકટર સાહેબ શ્રી ને સાબરકાંઠા જિલ્લા કારોબારી તથા દરેક તાલુકા પ્રમુખ કાર્યકર્તાઓ દ્વારા આજરોજ આવેદનપત્ર આપવામાં આવેલ છે અને બારદાન સામે બારદાન મુકીને ૩૫ કિલો વજન ની ભરતી કરવામાં આવે અથવા વે બ્રીજ થીં વે બ્રીજ કરી હાઇડ્રોલિક કરવામાં આવે તેવી લાગણી સાથે માગણી વ્યક્ત કરવામાં આવી હતી



