SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી ડૉ. રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અનુસરણ સમીતિની બેઠક યોજાઇ*

અહેવાલ:- પ્રતીક ભોઈ

*સાબરકાંઠા જિલ્લા કલેકટરશ્રી ડૉ. રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અનુસરણ સમીતિની બેઠક યોજાઇ*
************************
ભારત સરકાર દ્વારા પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના અમલી બનાવાઇ છે.જે અંતર્ગત સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરના એક,ઇડરના ત્રણ અને વિજયનગરના એક ગામોનો સમાવેશ કરાયો છે. જેમાં આ ગામોમાં ભૌતિક અને આંતરમાળખાકીય સુવિધા વિકસાવવા અંગે જિલ્લા કલેકટરશ્રી ડૉ. રતન કંવર ગઢવીચારણની અધ્યક્ષતામાં પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ અનુસરણ સમીતિની બેઠક યોજાઇ હતી.
ભારત સરકારના સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ, નવી દિલ્હી દ્રારા રાજ્યના જે ગામમાં કુલ વસ્તીના ૪૦% લોકો અનુસૂચિત જાતિના હોય તેવા ગામડાઓ પસંદ કરીને સમગ્ર ગુજરાત રાજ્યમાંથી જુદા જુદા જિલ્લાના ૩૧ ગામડાઓની પસંદગી પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજના (PMAGY) હેઠળ થયેલ છે.
પ્રધાનમંત્રી આદર્શ ગ્રામ યોજનામાં સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર તાલુકાના ભાવપુર, ઇડરના રેવાસ, શેરપુર અને વાંસડોલ તથા વિજયનગરના ચિઠોડા ગામનો સમાવેશ કરાયો છે. જેમાં આ ગામેમાં પીવાના પાણી, રસ્તાઓ શાળા, આંગણવાડી, આરોગ્ય કેન્દ્ર સહિત પાયાની તમામ સુવિધાઓથી સજ્જ કરવા જિલ્લાકક્ષાએ અનુસરણ સમિતિ અમલી બનાવાઇ અને વિકાસના કામો હાથ ધરાયા છે.આ બેઠકમાં ઇડરના ત્રણેય ગામ રેવાસ, શેરપુર અને વાંસડોલના લગભગ કુલ ૬૦ લાખના ખર્ચના વિલેજ ડેવલોપમેન્ટ પ્લાન્ટ રજૂ કરાયો હતો. જેને જિલ્લા કલેક્ટરશ્રીએ વહીવટી મંજૂરી આપી હતી.
આ બેઠકમાં નાયબ નિયામકશ્રી અનુસૂચિત જાતિ કલ્યાણ, મુખ્ય આરોગ્ય અધિકારીશ્રી સહિત વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
******

Back to top button
error: Content is protected !!