રાષ્ટ્રધ્વજના સન્માનમાં નર્મદા ના તિલકવાડા ખાતે ભવ્ય તિરંગા યાત્રા યોજાઈ
દેશ ભક્તિ ના ગીતો સાથે શરૂ થયેલી ભવ્ય તિરંગા યાત્રામાં તિલકવાડા ના નગરજનો મોટી સંખ્યામાં જોડાયા
વસિમ મેમણ / તિલકવાડા
ભારત દેશના શૌર્ય, સંસ્કૃતિ સમૃદ્ધિ અને સ્વાભિમાનના પ્રતિક એવા રાષ્ટ્રધ્વજના સન્માનમાં માતૃભૂમિના ગૌરવ સમા તિરંગા સાથે તિલકવાડા ચાર રસ્તાથી તિરંગા યાત્રા ગૌરવભેર પ્રારંભાઈ હતી. તિરંગા યાત્રામાં પોલીસ જવાનોની ટુકડી, પ્રાથમિક અને માધ્યમિક શાળા ના વિદ્યાર્થીઓ નગરજનો વહીવટી તંત્ર ના અધિકારીઓ સાથે રાજકીય આગેવાનો મોટી સંખ્યામાં જોડાયા હતા ત્યારે સંપૂર્ણ રેલીમાં “હર હાથ” તિરંગો નગરજનો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો હતો. તિરંગાના રંગે રંગાયેલી આ યાત્રા દેશ ભક્તિ ના ગીતો સાથે નગરના મુખ્ય માર્ગો પર આગળ વધી હતી. ત્યારે “ભારત માતા કી જય” “વંદે માતરમ” જેવા દેશભક્તિના નારાથી સંપૂર્ણ તિલકવાડા નગર ગુંજી ઉઠ્યું હતું.