
યોગેશ કાનાબાર રાજુલા
રાજુલામાં બાઈક અથડામણના મુદ્દે યુવક પર હુમલો:
વોકવેલ દુકાનના કર્મચારી પર છરીથી હુમલો,
પોલીસે સીસીટીવી ફૂટેજ આધારે તપાસ શરૂ કરી
રાજુલા શહેરના મુખ્ય બજારમાં બાઈક અથડામણના મુદ્દે એક યુવક પર છરીથી હુમલો થયો છે. વોકવેલ નામની દુકાનમાં કામ કરતા નાસિર હુસેન અલી આરબ બાઈક લઈને દુકાને આવી રહ્યા હતા. આ દરમિયાન અજાણ્યા શખ્સો સાથે બાઈક અથડામણ થઈ હતી.
સામાન્ય અથડામણ બાદ આ અજાણ્યા શખ્સોએ નાસિર હુસેનનો પીછો કર્યો. વોકવેલ દુકાન નજીક તેમના પર છરીથી હુમલો કર્યો. આ ઘટનાથી મુખ્ય બજારમાં અફરાતફરી મચી ગઈ હતી. સ્થાનિક વેપારીઓએ તરત જ યુવકને બચાવ્યો અને રાજુલા હોસ્પિટલમાં સારવાર માટે ખસેડ્યો હતો. આ યુવકની પ્રથમ રાજીના સરકારી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવેલો પરંતુ ત્યાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ પરંતુ ત્યારબાદ મળતી માહિતી મુજબ આ યુવાનને વધારે ઇજા હોવાથી તેમને વધુ સારવાર માટે મહુવા ખસેડવામાં આવેલ છે
રાજુલા પોલીસ ઇન્સ્પેક્ટર એ.ડી ચાવડાની ટીમ અને લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ઘટનાસ્થળે પહોંચી તપાસ શરૂ કરી છે. પોલીસે ઈજાગ્રસ્ત યુવકનું નિવેદન લેવાની પ્રક્રિયા શરૂ કરી છે.હુમલાખોરોની ઓળખ માટે આસપાસના દુકાનોના સીસીટીવી ફૂટેજની તપાસ કરવામાં આવી રહી છે. પ્રાથમિક તપાસમાં એક થી બે વ્યક્તિઓએ બાઈક પર આવીને હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે આરોપીઓને પકડવા માટે વ્યાપક તપાસ શરૂ કરી છે





