HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઇ

સાબરકાંઠા જિલ્લા સંકલન અને ફરીયાદ સમિતિની બેઠક જિલ્લા કલેક્ટરશ્રી લલિત નારાયણ સિંઘ સાંદુની અધ્યક્ષતામાં કલેકટર કચેરી, હિંમતનગર ખાતે યોજાઇ હતી.

રાજ્ય સભા સાંસદ શ્રીમતિ રમીલાબેન બારાએ આદિજાતિ વિસ્તારમાં ૧૦૮ એમ્બ્યુલન્સની સુવિધા, આદિજાતિ વિસ્તારમાં જમીન વળતર, એસ.ટી બસ ડેપો, વિજયનગર વિશ્રામ ગૃહ અંગે પ્રશ્ન રજૂ કર્યા હતા
હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલાએ, નૅશનલ હાઇવે, પિપલોદી ઓવરબ્રિજ હાજીપુર બ્રિજ નો સમારકામ તેમજ ડેરોલ બ્રિજ ડાઈવર્ઝન , નેશનલ હાઇવે નો સર્વિસ રોડ રસ્તાઓ તેમજ સર્વિસ રોડ, અન્ડર ગ્રાઉન્ડ વીજ લાઇન, નવીન બ્રિજ તેમજ રોડ રસ્તા ના કામોના વર્ક ઓર્ડર સહિત જન સામાન્યને લગતા પ્રશ્નો રજૂ કર્યા હતા. .
સંકલન બેઠકમાં પદાધિકારીઓ દ્વારા પૂછવામાં આવેલ પ્રશ્નોના અમલીકરણ અધિકારીઓએ જવાબ રજૂ કર્યા હતા.
સંકલન ભાગ-૨ માં પેન્શન કેસ, ખાનગી અહેવાલ, કચેરી નીરીક્ષણ , કલેક્ટરશ્રીને લોક રજૂઆત અંગે અમલીકરણ અધિકારીઓ સાથે વિગતવાર ચર્ચા કરાઈ હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રીમતી ભારતીબેન પટેલ, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, નિવાસી અધિક કલેકટરશ્રી કે.એ.વાઘેલા, ગ્રામ વિકાસ એજન્સી નિયામક શ્રી પાટીદાર, પ્રાયોજના વહીવટદારશ્રી વિશાલ સક્સેના, તમામ પ્રાંત અધિકારીશ્રી સહિત અન્ય અમલીકરણ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

મેહુલ પટેલ

સાબરકાંઠા હિમ્મતનગર

Back to top button
error: Content is protected !!