HIMATNAGARPRANTIJSABARKANTHATALOD
સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી બંધ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી સુરેશભાઈ ના પરિવાર તરફથી વાવ પ્રાથમિક શાળા, બાલ મંદિર અને આંગણવાડી ના બાળકો ને દુધ પાક બનાવીને પીવડાવી એક પુણ્ય નું આયોજન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
આજરોજ તા ૧૯/૭/૨૦૨૫ નેં શનિવારે સવારે સાડા નવ વાગ્યે તલોદ તાલુકાના વાવ ગામે રહેતા ચૌધરી કેતનભાઈ સુરેશભાઈ ગાંડાભાઈ તરફથી સાબરકાંઠા જિલ્લાની સાબર ડેરી બંધ હોવાથી છેલ્લા ત્રણ દિવસથી સુરેશભાઈ ના પરિવાર તરફથી વાવ પ્રાથમિક શાળા, બાલ મંદિર અને આંગણ વાડી ના બાળકો ને દુધ પાક બનાવીને પીવડાવી એક પુણ્ય નું આયોજન કરવામાં આવ્યું છે અને આજે શનિવારે સવારે સાડા નવ વાગ્યે પણ વાવ પ્રાથમિક શાળા ના બાળકો ને દુધ પાક બનાવીને આપવામાં આવેલ છે આ પ્રસંગે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના પ્રમુખ શ્રી પણ હાજર રહ્યા હતા અને આ કાયૅ નેં બિરદાવી હતી અને આ રીતે દરેક ગામોમાં આવું પુણ્ય નું કામ કરો તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી




