DEVBHOOMI DWARKADWARKA
દેવભૂમિ દ્વારકા જિલ્લાના આઇકોનિક સ્થળ નવલખા મંદિર તથા સુદર્શન સેતુ ખાતે યોગ કરી યોગ જાગૃતિનો સંદેશો પાઠવાયો
માહિતી બ્યુરો: દેવભૂમિ દ્વારકા
સમગ્ર રાજ્ય સાથે સાથે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ૧૦માં આંતરરાષ્ટ્રીય યોગ દિવસની શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.
દેવભૂમિ દ્વારકા જિલ્લાના બે આઇકોનિક સ્થળો નવલખા મંદિર તથા સુદર્શન સેતુ ખાતે યોગ દિવસની ઉજવણી કરી યોગ જાગૃતિનો સંદેશો પાઠવ્યો હતો. જેમાં અઘિકારીઓ, કર્મચારીઓ તેમજ નાગરિકો જોડાયા હતા.
ઉલ્લેખનીય છે કે, આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી પ્રવાસન મંત્રીશ્રી મુળુભાઇ બેરાની અધ્યક્ષતામાં પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખંભાળિયા ખાતે કરવામાં આવી હતી. ઉપરાંત જિલ્લાની શાળાઓ, કોલેજો, નગરપાલિકા કક્ષા, તાલુકા કક્ષા સહિતના સ્થળે શાનદાર ઉજવણી કરવામાં આવી હતી.