GUJARATJUNAGADHJUNAGADH CITY / TALUKO

ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા તકેદારી

ખાદ્ય પદાર્થની એક્સપાયરી તપાસવી, MRP કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં
વાત્સલયમ્ સમાચાર
ભરત બોરીચા – જૂનાગઢ
જૂનાગઢ : ગિરનાર લીલી પરિક્રમા દરમિયાન ભાવિકોનું સ્વાસ્થ્ય જળવાઈ રહે તે માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા યાત્રાળુઓને ખાદ્ય પદાર્થ ખરીદી વખતે રાખવાની તકેદારીઓ માટે જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે. આ સાથે ભાવિકોની મુશ્કેલીઓ નિવારવા માટે કંટ્રોલ રૂમના નંબર પણ જાહેર કરવામાં આવ્યા છે.
ગિરનાર લીલી પરિક્રમા તા.૨૩-૧૧૨૦૨૩ થી તા.૨૭-૧૧-૨૦૨૩ દરમિયાન યોજાનાર છે. જેમાં મોટી સંખ્યામાં પરિક્રમા માટે શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે, ત્યારે ખાસ કરીને ખાદ્ય પદાર્થની ખરીદી પહેલા તે ખાદ્ય પદાર્થની એક્સપાયરી છે કે નહીં ? તેની તકેદારી રાખવી. વધુમાં અવારનવાર ખાદ્ય તેલનો તળવામાં ઉપયોગ કરવામાં આવતો હોય તેવા ફરસાણ કે નમકીનની ખરીદી ન કરવી. તેમજ કોઈ પણ ખાદ્ય પદાર્થની ખરીદી સ્વચ્છ અને સારી જગ્યાએથી કરવી હિતાવહ છે. ઉપરાંત કોઈપણ ખાદ્ય વસ્તુની ખરીદી કરતી વેળાએ એમઆરપી કરતાં વધુ કિંમત ચૂકવવી નહીં. આમ, આ બાબતે યાત્રાળુઓને કોઈ મુશ્કેલી જણાય તો કંટ્રોલ રૂમના ટેલીફોન નં. ૦૨૮૫-૨૬૨૧૪૩૫, ૦૨૮૫-૨૬૨૨૦૧૧, ૦૨૮૫-૨૬૨૦૧૮૦ અને ૦૨૮૫-૨૬૨૨૧૪૦ પર સંપર્ક કરવાનો રહેશે

પરશોત્તમ રૂપાલાના વિવાદ વચ્ચે કબરાઉ મોગલ ધામના મણીધર બાપુ ક્ષત્રિયાણીઓ ને વિનંતી કરતા બાપુ :જુઓ વિડિયો

Back to top button
error: Content is protected !!