MORBIMORBI CITY / TALUKO

શિક્ષક થવું સહેલું છે પણ, શિક્ષક બનવું અઘરું છે

શિક્ષક થવું સહેલું છે પણ, શિક્ષક બનવું અઘરું છે

“ હું એક શિક્ષક છું ” એમ બોલીએ એટલે એક મોટી જવાબદારી માથે આવી જ જાય. બાળકના જનમ પછી માનવીય અભિગમોનું નિર્માણ કરીને જીવનપથ પર દોડતું કરવાનું કામ શિક્ષક કરતો હોયછે. આવનાર સમાજ કેવો હશે તે શિક્ષક જ નક્કી કરી આપતો હોયછે ત્યારે શિક્ષક થવું તો સહેલું છે પણ સાચા અર્થમાં ભીતરથી શિક્ષત્ત્વનું નિર્માણ કરવું ખૂબ જ અઘરું છે. આવું શિક્ષકત્ત્વ જ્યારે સાચા અર્થમાં ખીલે ત્યારે સામે બેઠેલાં અનેકોનું સાચા અર્થમાં સર્જનની સાથે નિર્માણ થતું હોયછે.
શિક્ષક ખાતર શિક્ષક નહિ,પણ શિક્ષણ ખાતર શિક્ષક જ આવનાર સમાજનું નિર્માણ કરવાનું કામ કરતો હોયછે. શિક્ષક બની ગયાં ત્યાંથી વાત પૂર્ણ થતી નથી, પણ ભીતરના શિક્ષકને બહાર લાવવાની વાત છે, જે કામ ખૂબ અઘરું છે. ભીતરનો શિક્ષક એટલે શિક્ષકત્ત્વ. જે શિક્ષકનો પ્રાણ છે, આત્મા છે, નૂર છે. આવો શિક્ષક સદાકાળ બાળકનો હોયછે. બાળકની સમસ્યા, મુશ્કેલીઓને સમજનારો હોયછે. ‘બારે મેહ ખાંગા’ એમ બાળકો પર અમી વરસાવનારો હોયછે. ભીતરથી ખીલેલાં શિક્ષકત્ત્વ થકી અવનવી પ્રવૃત્તિઓ, અભિગમો, ઇનોવેશન થકી ,બાળકના વિકાસને પ્રાધાન્ય આપનાર હોય છે. એક શિક્ષક સાચા અર્થમાં જ્યારે શિક્ષક બને છે ત્યારે દેશના નવા ખીલેલાં કૂંપણોને ખીલવીને વસંતનું નિર્માણ કરવાનું કામ કરેછે.


કોઈ આખે આખું જીવન આપણને સોંપી દે ત્યારે, એનો ગર્વ લેવાની સાથે કોઈનું જીવન પણ આપણાં હાથમાં છે એ વિચારને પણ ખરા અર્થમાં સાર્થક કરવાનો હોયછે. જે આવું શિક્ષકત્ત્વ જ કરતું હોયછે. આ ભાવના થકી જ બાળકના દિલમાં બેસીને, ભીતરથી પ્રેરિત કરીને વિકાસની ચરમસીમા સુધી લઈ જવાનું કામ કરવાનું શિક્ષકએ કરવાનું હોય છે. બાળક શાળાએ એક આશ લઇને આવે છે જેને મીઠાશમાં ફેરવવાનું કામ આ શિક્ષકત્ત્વ થકી જ શિક્ષક કરતો હોય છે.વરસાદ ન પડે તો દુકાળ પડે તેમ શિક્ષક જો વર્ગમાં ન વરસે તો દુકાળ પડે ત્યારે તેમણે ધોમધાર વરસીને વિચારોનું વાવેતર કરવાનું કામ કરવાનું હોય છે. જ્યારે શિક્ષક ભીતરના શિક્ષકત્ત્વને સાચા અર્થમાં ખીલવે છે ત્યારે બધું આપોઆપ થઈ જતું હોય છે.
એક સારો શિક્ષક વર્ગમાં ગોખણપટ્ટીને મહત્ત્વ ન આપતાં તેમની વિચારશક્તિને ખીલવાવાનું માધ્યમ પણ પૂરું પાડે છે.બાળકને સલાહ આપવા કરતા કોઈ માધ્યમ થકી પોતાનું કામ સારી રીતે પાર પાડી લેતો હોય છે. કલ્પનાશક્તિ, આત્મશક્તિ, તર્કશક્તિ , ધીરજ, કુશલતા, ચીવટ, જેવા ગુણોનો વિકાસ કરીને આવનાર સમયની સાથે, વ્યવહારીક જીવનમાં ખરા અર્થમાં તૈયાર કરવાનું કામ શિક્ષક અભ્યાસક્રમની સાથે કરતો હોય છે. સારો શિક્ષક બાળક્ના દિલ સુધી પહોંચીને, તેનામાં રહેલી ભીતરની શક્તિનો પરીચય કરાવી આપેછે. એક શિક્ષક તરીકે સતત વિચારશીલ રહીને ખુદમાં ડોકીયું કરીને આજે હું બાળકને શું નવીન આપીશ? કેવી રીતે આપીશ? આ વિચાર થકી પોતના ભીતરના શિક્ષકત્ત્વને ક્યારેય વિદાયમાન થવા દેતો નથી. બાળક્ને તો રસ પડે જ બસ, આપણી કાર્યપધ્દતિ રસમય હોવી જોઇએ એ વાતને તે સારી રીતે જાણે છે.એના મારફત બાળકને અભ્યાસમાં રસ લેતો કરે છે. ખુદ સકારાત્મક બનીને બાળકને પણ સકારાત્મક બનાવીને વર્ગનું વાતાવરણ સ્વર્ગ બનાવે છે. એક હૂંફની ફૂંક મારીને બાળકમાં રહેલી શક્તિને ‘ભારેલાં અગ્નિને’ જેમ ચમકાવીને તેની શક્તિનો પરીચય કરાવી આપેછે. બાળકના આંતરીક ગુણોનું મૂલ્યોમાં નિરુપણ કરીને સાચા અર્થમાં ખીલવે છે. બાળક્ની સાથે બાળક બનીને, હસાવીને પરમાનંદની અનુભૂતિ કરે છે. સતત શીખતો રહીને પોતાના કાર્યમાં નવીનતા લાવીને, રોજબરોજના સત્યોની સમજણ આપી એ માધ્યમ થકી આ દુનિયાનું નવું સત્ય પ્રદાન કરવાનું કામ શિક્ષક જ કરે છે.
શિક્ષકનું બીજું ઘર એટલે શાળા! એ ભાવને સમર્પિત બની, બાળક અને વાલી સાથે આત્મીયતા સાધી શાળાને વધુ ગુણવત્તાયુકત બનાવવાની ભાવના હમેશાં તેના દિલમાં હોયછે. બાળકોને દરરોજ નવું નવું પ્રદાન કરવાનું વ્યસન બની જાય અને બાળકોનો સાચા અર્થમાં વિકાસ કરવાની ધૂન લાગે ત્યારે ઉપરનું વિધાન સાચુ લાગે કે “શિક્ષક થવું સહેલું છે પણ શિક્ષક બનવું અઘરું છે”બાળક હમેશાં સન્માનથી જૂએ એ વિચારધારાને તે વળગેલો હોયછે. કોઈ નોંધ લે કે ન લે પણ જ્યારે બાળક નોંધ લેવાનું બંધ કરે ત્યારે તેમને ફેર પડતો હોયછે. કોઈ એવોર્ડ આપે કે ન આપે બાળકો એવોર્ડ આપે એ કુદરતનો એવોર્ડ એવું માનનારો હોય છે. આવું વ્યક્તિત્ત્વ જ્યારે નિર્માણ થાય ત્યારે સાચા અર્થમાં શિક્ષક બન્યા કહેવાય
છેલ્લે એટલું જરુર કહીશ કે વર્ગમાં કરાવેલ 800 જેટલી પ્રવૃત્તિઓનું સર્જન એ એક ભીતર રહેલ શિક્ષત્ત્વ જ કરાવી શકે, એ જ્યારે ખીલે ત્યારે સાચા શિક્ષકનું નિર્માણ થાય. લેખક -વિજય દલસાણિયા સભારાવાડી પ્રાથમિક શાળા મોરબી મો.9979312794

ગુજરાતમાં બની બિહાર જેવી ઘટના ? ભાજપ અગ્રણીના પુત્રે લોકશાહીનું હનન કર્યું !!!

MORBI:સતવારા સમાજના ધાર્મિક કાર્યમાં પધારેલ મોરબી – માળિયાના ધારાસભ્યને લોકોએ મૂળભૂત મુદ્દાઓથી ધેરીયા જુઓ વિડિયો વાત્સલ્યમ્ સમાચાર પર

 

  • Video Not Found!!
  • Error Code : 403
  • Message : The request cannot be completed because you have exceeded your quota.
Back to top button
error: Content is protected !!