SABARKANTHA

ગુજરાત નાણા ધિરનાર અધિનિયમ ૨૦૧૧ ની જનજાગૃતિ માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિમતનગર શહેર કક્ષાનો લોક દરબાર યોજાયો

ગુજરાત નાણા ધિરનાર અધિનિયમ ૨૦૧૧ ની જનજાગૃતિ માટે સાબરકાંઠા જિલ્લા પોલીસ દ્વારા હિમતનગર શહેર કક્ષાનો લોક દરબાર યોજાયો

પોલીસને લગત પ્રજાની ફરિયાદો, રજૂઆતોનો સમયમર્યાદામાં નિરાકરણ થાય અને પ્રજાને સ્થાનિક પ્રશ્નો અને ફરિયાદો માટે જીલ્લા પોલીસ કચેરીઓ તથા સચિવાલય સુધી જવું ન પડે તે હેતુથી તથા પ્રજા અને પોલીસ વચ્ચે સુમેળભર્યા સંબધો બંધાય અને પ્રજાને પડતી મુશ્કેલીઓ નિવારીને પ્રજાના કામોનો ઝડપી નિકાલ થાય અને આમ કરવાથી કાયદો અને વ્યવસ્થાની જાળવણીમાં પોલીસને આડકતરી મદદગારી મળે તે હેતુ માટે ગુજરાત રાજ્યના પોલીસવડાશ્રીના આદેશથી નાયબ પોલીસ મહાનિરીક્ષક શ્રી વિરેંદ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગરના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક શ્રી વિજય પટેલ સાહેબ સાબરકાંઠા હિંમતનગરના અધ્યક્ષ સ્થાને આજરોજ તા.૧૦.૦૭.૨૦૨૪ નાં રોજ પોલીસ હેડ કવાર્ટર તાલીમ ભવન, હિમતનગર ખાતે લોકદરબાનુ આયોજન કરવામાં આવેલ જેમાં શ્રી એ.કે.પટેલ. વિભાગીય પોલીસ અધિકારી, હિમતનગર વિભાગ તથા શ્રી રીમા.ઝાલા. અજમાયશી નાયબ પોલીસ અધિક્ષક, હિંમતનગર તથા અન્ય પોલીસ સ્ટેશનના થાણા ઇન્ચાર્જશ્રીઓ હાજર રહેલ.જેમાં જિલ્લાના તમામ પોલીસ સ્ટેશન વિસ્તાર અંતર્ગત વ્યાજખોરીની બદી દુર કરવા તેમજ બદીના પરિણામે આત્મહત્યા જેવા ગંભીર પ્રકારના બનાવોને બનતા અટકાવવા આવી પ્રવૃતિઓમાં સંડોવાયેલા આરોપીઓ વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા તેમજ આવા લોકોના ત્રાસમાં સપડાયેલા લોકો ગભરાટ તથા ભયનાં માહોલ તળે એક યા બીજી રીતે પોલીસ સુધી પોતાની રજૂઆત કરવા આવી શકતા નથી, જેથી આવા લોકો પોતાની રજૂઆત નિર્ભયપણે કરી શકે તથા આવા લોકોના ત્રાસથી તેઓના અસ્ત વ્યસ્ત થઈ ગયેલા સમાજિક તથા આર્થિક જીવનને પુર્નજીવીત કરવાના પ્રયાસરૂપે લોકદરબારનું આયોજન કરવામાં આવેલ હતું. જે અનુસંધાને સામાન્ય પ્રજાજનોને પોતાના ધંધા રોજગાર અર્થે ઓછા વ્યાજ દરે તેમજ સરળતાથી ધીરાણ મળી રહે તે હેતુથી બેન્ક લોન ધીરાણ કેમ્પનુ આયોજન કરવામાં આવેલ, જેમાં જુદી જુદી બેન્કો તથા સરકારી સંસ્થાઓ દ્વારા લોન ધીરાણ કેમ્પ અન્વયે સ્ટોલ રાખી જરૂરી માહીતી પુરી પાડેલ તેમજ સદર લોકદરબારમાં બેન્ક તથા સંસ્થાના અધિકારીશ્રી દ્વારા કેન્દ્ર સરકારની યોજનાઓ બાબતે જરૂરી માર્ગદર્શન પુરૂ પાડેલ હતુ.પોલીસ અધિક્ષકશ્રી સાબરકાંઠા દ્વારા લોક દરબારમાં હાજર લોકોને પોતાના પ્રશ્નો અને સૂચનો ખુલ્લા મને કોઈપણ જાતના ભય વગર જણાવવા આશ્વાસન આપતા સદર લોક દરબારમાં ખુબ જ મોટા પ્રમાણમાં લોકોએ સ્વયંભુ ઉપસ્થિત રહી ખુલ્લા મને પોતાના પ્રશ્નો અને સૂચનો જિલ્લા પોલીસ અધિક્ષકશ્રી સમક્ષ રજુ કરેલ જેને જિલ્લા પોલીસ વડાશ્રી દ્વારા ખુબ જ હકારાત્મક અભિગમ સાથે લઇ પ્રશ્નો અને સૂચનોને શાંતિપૂર્વક સાંભળી સ્થાપિત કાયદા હેઠળ તેના નિરાકરણ લાવવાની સંપૂર્ણ ખાતરી અને વિશ્વાસ અપાવી અને આ બાબતે કોઈપણ રજૂઆત હોય તો તેઓને અંગત પણ મળી સંપૂર્ણ સહકારની અપેક્ષા સાથે રજૂઆત કરવા આગ્રહ કરતા લોકદરબારમાં અરજદારોએ પોતાની પ્રશ્નોની રજુઆત કરતા અરજદારોની રજુઆત બાબતે ચોકકસ કાર્યવાહી કરવા ખાત્રી આપતા લોકદરબારમાં હાજર અલગ અલગ આગેવાનોશ્રીઓ દ્વારા સહર્ષભર વધાવી જિલ્લા પોલીસ વડાશ્રીને આ લોકદરબારનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવી આભાર વ્યકત કરેલ છે. તેમજ ગત વર્ષે સાબરકાંઠા જિલ્લામાં વ્યાજખોરોના ત્રાસથી પ્રજાને મુક્ત કરવા લોક દરબાર યોજવામાં આવેલ તેમજ લોન કેમ્પનુ આયોજન કરવામાં આવેલ, જેમાં બેન્કો દ્વારા અલગ અલગ લાભાર્થીઓને ૨ કરોડ ૧૩ લાખ જેટલી લોન આપવામાં આવેલ.તેમજ ગત વર્ષથી આજદિન સુધી નાણા ધિરનાર અધિનિયમ હેઠળ કુલ ૧૩ ગુનાઓ દાખલ કરવામાં આવેલ. તેમજ ૪૧ આરોપીઓની ધરપકડ કરવામાં આવેલ.

Back to top button
error: Content is protected !!