દિયોદર પોલીસ ની રેડ દરમિયાન માં સિકોતર મેડિકલ સ્ટોર્સ માંથી ટ્રામાડોલ સિડ્યુલ H1 ટેબલેટ ના બોક્ષ મળ્યા તપાસ ધમધમાટ
મેડિકલ સ્ટોર્સ ચલાવતા સંચાલકોમાં ફફડાટ

-
મેડિકલ સ્ટોર્સ ચલાવતા સંચાલકોમાં ફફડાટ
દિયોદર પોલીસ ની રેડ દરમિયાન માં સિકોતર મેડિકલ સ્ટોર્સ માંથી ટ્રામાડોલ સિડ્યુલ H1 ટેબલેટ ના બોક્ષ મળ્યા તપાસ ધમધમાટ
દિયોદર પોલીસે આરોગ્ય ટીમ ને સાથે રાખી આઠ મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ હાથ ધરી
દિયોદર પોલીસ ટીમ દ્વારા બુધવારે શહેરમાં આવેલ આઠ જેટલા મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરી હતી જેમાં એક મેડિકલ માંથી ટ્રામાડોલ સીડ્યુલ H1 ટેબલેટ ના બોક્ષ મળી આવતા પોલીસે મેડિકલ સ્ટોર્સ સંચાલક સામે કાર્યવાહી હાથ ધરી છે
દિયોદર પી આઈ એ ટી પટેલ તેમના પોલસ સ્ટાફ ના માણસો સાથે ટી એચ ઓ કર્મચારી ને સાથે રાખી દિયોદર શહેરમાં અલગ અલગ આઠ જેટલી મેડિકલ સ્ટોર્સ ઉપર તપાસ કરવામાં આવી હતી જેમાં જૂના બસ સ્ટેશન ઉપર આવેલ માં સિકોતર મેડિકલ સ્ટોર્સ માંથી પોલીસ ને તપાસ દરમિયાન ટ્રામાડોલ સિડયુલ H1 ટેબલેટ 40 જેટલા બોક્સ 800 પટ્ટી કુલ કિંમત 40,000 નો મળી આવતા પોલીસે મેડિકલ સ્ટોર્સ માંથી દવા કબ્જે લઇ પોલીસ મથકે લાવી કાર્યવાહી હાથ ધરી હતી જેમાં દિયોદર પોલીસ દ્વારા શહેરમાં એકાએક મેડિકલ સ્ટોર્સ પર કાર્યવાહી હાથ ધરતાં મેડિકલ સ્ટોર્સ સંચાલક માં ફફડાટ ફેલાયો હતો પોલીસે કબ્જે કરેલ દવા નો જથ્થો તપાસ અર્થ મોકલી આપવામાં આવ્યો હતો
અહેવાલ કલ્પેશ બારોટ દિયોદર




