SABARKANTHA
સાબરકાંઠા હોમેગાર્ડઝ જવાનો દ્વારા સફાઈ અભિયાન અને વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામા આવી.

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા હોમેગાર્ડઝ જવાનો દ્વારા સફાઈ અભિયાન અને વિકાસ સપ્તાહ ની ઉજવણી કરવામા આવી. સફાઈ અભિયાન ની સાથે વિકાસ સપ્તાહની ઉજવણી ના ભાગરૂપે આજે સાબરકાંઠા જિલ્લા હોમગાર્ડઝ કમાન્ડન્ટ શ્રી એન એમ ચૌહાણ નાઓના માર્ગદર્શન હેઠળ સાથે જન સંપર્ક અધિકારી સી કે રાવલ અને જુનિયર ક્લાર્ક આર આર કુંપાવત કચેરી ના તમામ કર્મચારી તેમજ જિલ્લા ના તમામ યુનિટ ઓફિસર કમાન્ડિંગ /ઇન્ચાર્જ અને હોમગાર્ડઝ સભ્યો સાથે રહી સફાઈ અભિયાન અને વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં સંપૂર્ણ યોગદાન આપવા સામૂહિક પ્રતિજ્ઞા લીધી હતી.




