પતિની જાણો કઈ વાતોથી પત્ની ગુસે થાય છે અને વધે છે ઝઘડાઓ

પતિ-પત્ની વચ્ચે નાના-મોટા મતભેદો હોવા ખૂબ જ સામાન્ય બાબત છે. જો કે, કેટલીક બાબતો એવી હોય છે જેના પર પત્નીઓ એટલી ચીડાઈ જા છે કે ઘરની અંદર રોજેરોજ ઝઘડા થવું સામાન્ય બની જાય છે. જેના કારણે ઘરનું વાતાવરણ સંપૂર્ણપણે નકારાત્મક અને ટોક્સિક બની જાય છે.
લગ્ન એક કમિન્ટમેન્ટ છે, જે એક તરફ ગંભીર અને ઊંડું હોય છે તો બીજી તરફ તે ખૂબ જ નાજુક પણ હોય છે. પતિ-પત્ની મુશ્કેલ સમય- એકબીજાને સાથ આપતા જોવા મળે છે, તો કેટલીકવાર નાની નાની બાબતો સંબંધને એવી રીતે તોડી નાખે છે કે તેને તેના જૂના પ્રેમાળ સ્વરૂપમ પાછું આવવું અશક્ય બની જાય છે. આ નાની-નાની બાબતોમાં પતિની કેટલીક એવી આદતો હોય છે, જેના કારણે પત્નીઓ એટલી ચીડાઈ જાય દ કે ઘરમાં ઝઘડા વધી જાય છે અને જ્યારે આવું થાય છે. ત્યારે લગ્ન જીવન કડવાશથી ભરાતુ જોવા મળશે. પતિઓની આવી કેટલીક આદતો તેમની પત્નીઓને નારાજ કરે છે તે નીચે આપેલ છે. જો તમે પણ પરિણીત છો તો આ બાબાતનું ધ્યાન રાખવું અવશ્ય છે.
લગ્ન પછીની સૌથી મોટી અને સામાન્ય ભૂલ, જે લગભગ તમામ પતિઓ કરે છે, તે તેમની પત્નીઓ માટે સમય ન કાઢવો છે. એ વાત સાચી છે કે પારિવારિક જવાબદારીઓને કારણે ઓફિસ અને અન્ય બાબતોમાં વ્યસ્તતા વધી જાય છે, પરંતુ તેનો અર્થ એ નથી કે તમે તમારા જીવનસાથીની અવગણના કરવાનું શરૂ કરી દો.
આ પ્રકારના વર્તનથી પત્નીઓને ઘણું નુકસાન થાય છે. તેમને લાગવા માંડે છે કે તેમના પતિ તેમને પ્રેમ નથી કરતા અને આ વાત તેમના દિલમાં એવી રીતે વસવા લાગે છે કે લાગણીઓ ગુસ્સાના રૂપમાં બહાર આવવા લાગે છે.
માતાનું સ્થાન કોઇ લઇ શકતું નથી. પરંતુ જ્યારે વિવાહિત જીવન સંબંધિત નિર્ણયો લેવાની વાત આવે છે, ત્યારે પત્નીએ તેમાં સૌથી મહત્વપૂર્ણ ભૂમિકા ભજવવી જોઇએ. તમારા ઘરના વડીલો પાસેથી વસ્તુઓ વિશે સલાહ લેવી એ અલગ વાત છે, પરંતુ તમારા લગ્ન જીવન સાથે જોડાયેલી દરેક વાત તમારી માતાને જણાવવી અને માત્ર તેમની જ વાત સાંભળવી, તેનાથી પત્નીઓના મનમાં માત્રને માત્ર ચીડ જ પેદા થશે. તે એક-બે વાર આ વર્તનને અવગણી શકે છે. પરંતુ જો તેણીને લાગે છે કે તેના લગ્ન જીવનનો નિયંત્રણ તેની સાસુના હાથમાં છે. તો પછી ઘરમાં દરરોજ ઝઘડાઓ સામાન્ય બની જશે.
આ બીજી બાબત છે જેનાથી ઘણી પરિણીત મહિલાઓ પરેશાન છે. છોકરીઓને લગ્ન પહેલા જ ઘર કેવી રીતે મેનેજ કરવું તેની ટ્રેનિંગ મળવા લાગે છે. તે જ સમયે, છોકરાઓ સામાન્ય રીતે ઘરના કામકાજ અને જવાબદારીઓમાં નહિવત ભાગ ધરાવે છે.
આવી સ્થિતિમાં, જ્યારે લગ્ન થાય છે, ત્યારે મોટાભાગના છોકરાઓ તેમના બેચલર જીવનની આદતો છોડી શકતા નથી. આ સ્થિતિમાં છોકરીને લાગવા માંડે છે કે તે પત્નીની નહીં પણ માતાની ભૂમિકા ભજવી રહી છે. આ બાબતો પત્નીને એવી રીતે ટ્રિગર કરે છે કે વસ્તુઓ ખરાબ થવાનું નક્કી થઇ જાય છે.
સામાન્ય રીતે ભારતીય પરિવારોમાં બાળકોના ઉછેરની જવાબદારી માત્ર મહિલાઓ પર જ મૂકવામાં આવે છે. જેના કારણે પરિસ્થિતિ એવી બની જાય છે કે ઘરના અને બહારના કામકાજની સાથે-સાથે તેમને બાળક સાથે જોડાયેલી તમામ બાબતો પણ સંભાળવી પડે છે. આ પરિસ્થિતિ જબરદસ્ત તણાવ પેદા કરે છે. લાગણીઓ ચીડચીડીયાપણું અને ઝઘડાના રૂપમાં બહાર વવા લાગે છે. તેનાથી ઘરનું સમગ્ર વાતાવરણ ઝેરી બની જાય છે.લગ્ન એક કમિન્ટમેન્ટ છે.



