HIMATNAGARSABARKANTHA

ઇડર પો.સ્ટે. વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી ઇડર પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

અહેવાલ:- પ્રતિક ભોઈ

ઇડર પો.સ્ટે. વિસ્તારમાંથી ઘરફોડ ચોરીના મુદ્દામાલ સાથે બે આરોપીઓને પકડી ઇડર પો.સ્ટે.નો ઘરફોડ ચોરીનો ગુનો ડીટેક્ટ કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ એ.ટી.એસ. ચાર્ટર લગત કામગીરી કરવા તથા મિલ્કત સબંધી ગુનાઓ ડીટેક્ટ કરવા તથા નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી ડો.પાર્થરાજસિંહ ગોહિલ સાહેબ નાઓએ કામગીરી કરવા સુચના કરેલ. જે સુચના અન્વયે શ્રી.ડી.સી.સાકરીયા, પો.ઇન્સ. એસ.ઓ.જી., સાબરકાંઠા નાઓની સુચના મુજબ એસ.ઓ.જી.સ્ટાફ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે ઇડર પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતો દરમ્યાન સાથેના આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઈ બ.નં- ૯૦૦ તથા આ.પો.કોન્સ. રોહિતકુમાર બાબુભાઇ બ.નં- ૬૬૬ નાઓને સંયુક્ત ખાનગી બાતમી હકિક્ત મળેલ કે, પાવન હોટલ ખાતે જે ઇસમોએ ઘરફોડ કરેલ છે તેઓ આજ રોજ ચોરીના પૈસા લઇ રાણી તળાવ હોટલ ગોલ્ડન લેક વ્યુની સામે રોડ ઉપર આવી ઉભા છે.વિગેરે બાતમી હકિક્ત અન્વયે તાત્કાલીક સદરી જગ્યાએ જઇ તપાસ કરતાં નીચે જણાવેલ આરોપીઓના અંગ કબજામાંથી રૂપિયા-૨૫,૦૦૦/- તથા મોબાઇલ નંગ-૦૨ કિ.રૂ.-૧૦,૦૦૦/- મળી કુલ રૂપિયા- ૩૫,૦૦૦/- નો શંકાસ્પદ મુદ્દામાલ મળી આવતાં ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૧૦૬ મુજબ કબજે લઇ સદરી બન્ને આરોપીઓને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧) (ઇ) મુજબ અટક કરી ઉંડાણપુર્વકની પુછપરછ કરતાં સદરહું નાણાં ચાર-પાંચ દિવસ પહેલાં તેઓએ રાત્રિના સમયે પાવન હોટલના કાઉન્ટર માંથી ચોરી કરેલાનું જણાવતાં સદર ઘરફોડ ચોરીના બનાવ બાબતે તપાસ કરતાં ઇડર પો.સ્ટે. ઘરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલાનું જણાઇ આવતાં ઘરફોડ ચોરીનો અનડીટેક્ટ ગુનો ડીટેક્ટ કરી આગળની કાર્યવાહી સારૂ મુદ્દામાલ તથા આરોપીઓ ઇડર પોલીસ સ્ટેશન ખાતે સુપરત કરવામાં આવેલ છે.

ડીટેક્ટ કરેલ ગુનો

ઇડર પો.સ્ટે. પાર્ટ એ ગુ.ર.નં.૧૧૨૦૯૦૨૦૨૫૧૧૩૬/૨૦૨૫ ભારતીય ન્યાય સંહિતા-૨૦૨૩ ની કલમ ૩૦૫ (એ),

૩૩૧ (૪), ૫૪ મુજબ

કબજે કરેલ મુદ્દામાલ

(૧) રોકડ રૂપિયા-૨૫,૦૦૦/- (૨) મોબાઇલ નંગ- ૦૨ કિ.રૂ. ૧૦,૦૦૦/-

આરોપીના નામ

(૧) વિજયકુમાર સુરેશભાઇ ચેનવા

(૨) કૃણાલકુમાર અરવિંદભાઈ ભંગી બન્ને રહે. માથાસુર તા. ઇડર જી. સાબરકાંઠા

કામગીરી કરનાર કર્મચારી:-

શ્રી.કે.યુ.ચૌધરી, પો.સ.ઇ.,એસ.ઓ.જી. તથા અ.હે.કોન્સ. રમણભાઇ તથા અ.હે.કોન્સ ભાવેશકુમાર તથા આ પો.કોન્સ. નિકુંજકુમાર તથા આ.પો.કોન્સ.રોહિતકુમાર

Back to top button
error: Content is protected !!