હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને અટક કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.

અહેવાલ:- પ્રતિક ભોઈ
હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશનના એન.ડી.પી.એસ.ના ગુનામાં છેલ્લા પાંચ વર્ષથી નાસતા ફરતા આરોપીને અટક કરતી સાબરકાંઠા એસ.ઓ.જી.
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબનાઓએ નાસતા ફરતા આરોપી પકડી પાડવા સુચના કરેલ હોય જે અન્વયે પોલીસ અધિક્ષકશ્રી પાર્થરાજસિંહ ગોહિલ સાહેબનાઓએ સાબરકાંઠા જીલ્લાના નાસતા ફરતા આરોપીઓ વધુમાં વધુ પકડી પાડવા સુચના કરેલ. જે સુચના અન્વયે પો.ઇન્સ. એસ.ઓ.જી. સાબરકાંઠા નાઓની માર્ગદર્શન મુજબ એસ.ઓ.જી. સ્ટાફ ઇદ-એ-મિલાદ તહેવાર નિમિત્તે બંદોબસ્ત તેમજ એ.ટી.એસ.ચાર્ટર લગત કામગીરી અન્વયે પેટ્રોલીંગમાં હતો દરમ્યાન હિંમતનગર ‘એ’ ડિવિઝન પોલીસ સ્ટેશન પાર્ટ બી ગુ.ર.નં.-૧૧૨૦૯૦૧૬૨૦૦૮૩૫/૨૦૨૦ ધી એન.ડી.પી.એસ. એક્ટ ૧૯૮૫ ની કલમ-૮ (સી) ૨૦ (બી)૨૯ મુજબના ગુનાના નાસતા ફરતા આરોપી હમીરાભાઇ ઉર્ફે હિરાભાઇ વકસી ગામેતી રહે.પંથાલ તા.વીંછીવાડા જી.ડુંગરપુર (રાજસ્થાન)વાળા બાબતે એસ.ઓ.જી.ના પો.સ.ઇ.શ્રી.કે.યુ.ચૌધરી નાઓને મળેલ ખાનગી બાતમી અન્વયે સદરહું નાસતા ફરતા આરોપીને તેના ઘરેથી પકડી એસ.ઓ.જી. ઓફિસ હિંમતનગર ખાતે લાવી ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા-૨૦૨૩ ની કલમ-૩૫(૧)(જે) મુજબ અટક કરી આગળની કાર્યવાહી સારૂ હિંમતનગર ‘એ’ ડીવીજન પો.સ્ટે.સુપરત કરવામાં આવેલ છે.
કામગીરી કરનાર કર્મચારીઃ-
પો.સ.ઇ.કે.યુ.ચૌધરી
અ.હે.કોન્સ.રમણભાઇ સુકાજી
અ.હે.કોન્સ. ભાવેશકુમાર રામજીભાઇ
આ.પો.કોન્સ. નિકુંજકુમાર નરસિંહભાઇ
આ.પો.કોન્સ. જયરાજસિંહ કેશરીસિંહ બ.નં.૫૧૯



