સાબરમતી ગોટ ફાર્મર પ્રોડયુસર કંપની દ્વારા લાંબડીયા ખાતે રૂરલ માર્ટની શરૂઆત કરવામાં આવી

*સાબરમતી ગોટ ફાર્મર પ્રોડયુસર કંપની દ્વારા લાંબડીયા ખાતે રૂરલ માર્ટની શરૂઆત કરવામાં આવી*
શ્રી માનવ ઉત્થાન ટ્રસ્ટ દ્વારા નાબાર્ડ બેન્કના આર્થિક સહયોગ થી સાબરકાંઠા જિલ્લાના પોશીના તાલુકાના વિવિધ ગામોના ખેડૂતો સાથે સાબરમતી ગોટ ફાર્મર્સ પ્રોડ્યૂસર કંપનીની રચના કરવા આવી છે. પોશીના તાલુકો આદિવાસી પ્રભુત્વ ધરાવતો તાલુકો છે. આ વિસ્તારના લોકો ને ઉચ્ચ ગુણવત્તા વાળું અનાજ કરિયાણું અને ખેત પેદાશોના સારા ભાવ મળે તે હેતુ થી આ રૂરલ માર્ટની શરૂઆત કરવામાં આવી છે.
આ વિસ્તારમા ઘણીવાર ઉંચો ભાવ ચૂકવીને પણ લોકોને ગુણવત્તા વાળી વસ્તુ મળતી નથી અને સાથે સાથે તેમની ખેત પેદાશો પણ નીચા ભાવે ખરીદવામાં આવે છે, આ માર્ટ દ્વારા આદિવાસી વિસ્તારના સમુદાયનુ શોષણ થતું અટકાવી તેમને સેવા પ્રદાન કરી અને સાથે તેમની ખેત પેદાશોની ખરીદી કરી સારા ભાવ આપી તેમને આર્થિક રીતે સદ્ધર કરવા તે તેનો મુખ્ય હેતુ છે.



