સાબર સ્ટેડિયમ ભ્રષ્ટાચાર ના ભરડા માં વાડ જ ચિભડું ગળે છે

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબર સ્ટેડિયમ ભ્રષ્ટાચાર ના ભરડા માં વાડ જ ચિભડું ગળે છે
ટ્રેનિંગ લેતા ખેલાડીઓને પોષણયુક્ત સરકાર શ્રી માંથી અપાતા મેનુ અને ક્વોલિટી ખોરાક ન મળવા જેવી સુવિધાઓ થી વંચિત
સાબરકાંઠા જિલ્લા મુખ્ય મથક હિંમતનગર ખાતે સાબર સ્ટેડિયમ આવેલું છે. વિવિધ રમતો ના ગ્રાઉન્ડ બનાવવામાં આવેલા છે. ભારતીય જનતા પાર્ટીની સરકાર માં ભારત ના વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત ના મુખ્યમંત્રી હતા ત્યારે ખેલ મહાકુંભ ની શરૂઆત કરવામાં આવી હતી . ગુજરાત ને વિશ્વ ફલક ઉપર સોનેરી અક્ષરો થી પ્રસ્થાપિત કરવા માટે આવનાર સમય માં ઓલમ્પિક ની તૈયારી સેન્ટ્રલ ઓલમ્પિક મેનેજમેન્ટ અને એસ.એ.જી દ્વારા તૈયારી થય રહી છે. ગુજરાત માટે ખૂબ જ ગૌરવ ની વાત છે.
પરંતુ સાબર સ્ટેડિયમ ખાતે કરોડો ના ખર્ચે સ્વિમિંગ પૂલ બનાવવા માં આવેલ છે. સ્વિમિંગ પૂલ માં ડી .એલ. એસ. એસ સ્કીમ ચાલી રહી છે.
તેમાં જિલ્લા સ્તરના તરણ ખેલાડીઓ અને રાજ્ય સ્તર ના તરણ સ્પર્ધાઓ માં રાષ્ટ્રીય સ્તર ના આંતરરાષ્ટ્રીય સ્તરની સ્પર્ધાઓ માટે તૈયારી કરી રહ્યા છે. એસ.એ.જી દ્વારા આપવા માં આવતી સુવિધાઓ માં જમવાની રહેવા ઈન સ્કૂલ ભણવા માટે વ્યવસ્થા આપવામાં આવતી હોય છે અને તેને નિભાવવા માટે સરકાર શ્રી દ્વારા ગ્રાન્ટો આપવામાં આવે છે. પણ ક્યાંક ને ક્યાંક મેનેજમેન્ટના અભાવના કારણે પૂરતા પ્રમાણ માં જમવા ની ગુણવત્તા જળવાતી નથી.
તરણ રમતવીરો અને વિરંગના ઓ તૈયારી કરવા માટે સ્વિમિંગ પૂલ માં સ્ટ્રોક પર્ફોર્મન્સ માટે લેનરોપ વગર પ્રેક્ટિસ કરી રહ્યા છે. લેનરોપ વગર પ્રેક્ટિસ કરી શકાય નહીં કારણકે સ્વિમિંગ પૂલ માં ખેલાડી ઓને પ્રેક્ટિસ કરવા માટે લેનરોપ ખૂબ જરૂરી છે. જીમ ઇન્સ્ટ્રુમેન્ટ બેન્ચ એક્સરસાઇઝ માટે પૂરતા પ્રમાણમાં અછત જોવા મળી રહી છે. સ્વિમિંગ રમત માં જરૂરી ઇન્સ્ટ્રુમેન્ટ અને ઈક્વિપમેન્ટ સાબર સ્ટેડિયમ માં પૂરતા પ્રમાણ માં ન હોવાના કારણે રાજ્ય સ્તર ના અને રાષ્ટ્રીય સ્તરના તરણ ખેલાડી ઓને પ્રેક્ટિસ કરવા ઘણી તકલીફોનો સામનો કરો પડે છે.
ગુજરાત સરકાર કરોડો રૂપિયાની ગ્રાન્ટ રાજ્યના રમતવીરો માટે આપે છે પરંતુ ખેલાડીઓ સુધી પૂરતી સુવિધા મળતી ન હોવાના કારણે તેઓનું ભવિષ્ય અંધકારમય બની રહ્યું છે.
તેવું લોકમુકે ચર્ચાઈ રહ્યું છે અને સમગ્ર પંથકમાં ચર્ચાનો વિષય બન્યું છે. એસ.એ.જી દ્વારા ઉપર લેવલ થી સારું મેનેજમેન્ટ થઈ રહ્યું છે . પરંતુ ડિસ્ટ્રિક્ટ લેવલે મેનેજમેન્ટ વ્યાપક પ્રમાણમાં ભ્રષ્ટાચાર જોવા મળી રહ્યો છે.
લેડીઝ હોસ્ટેલ માં રસોઈમાં કામ કરતા અને વાયરમેન જેવા પુરુષ કર્મચારી ઓ વગર પરમિશને ગર્લ્સ હોસ્ટેલ માં આટા ફેર કરતા જોવા મળે છે.
એકેડમીની ગર્લ્સ માટે હોસ્ટેલ બનાવેલી છે .તેમાં કોન્ટ્રાક્ટ ઉપર કામ કરતા ટ્રેનરો અને એકેડમી ના કોચ અને પોતે ડી.એસ.ડી.ઓ એ.સી વાળા રૂમો મા પોતાનું રહેઠાણ બનાવી આશરે આઠેક વર્ષ થીસરકારી બિલ્ડીંગ નો ઉપયોગ કરે છે. તે ખુબ જ શરમ જનક બાબત છે.
ડી એલ એસ એસ ના બાળકો જે સિલેક્શન દ્વારા હોસ્ટેલમાં રહે છે અને હોસ્ટેલમાં રહી અભ્યાસ કરે છે અને અનેક રમતો માં રાજ્ય સ્તરે અને રાષ્ટ્રીય સ્તરે ગુજરાત નું ગૌરવ વધારે છે. તેઓ સાથે ખૂબ મોટો અન્યાય થઈ રહ્યો છે. જે પ્રમાણે સરકાર શ્રી માંથી તેઓને પોષણયુક્ત અને ગુણવત્તા યુક્ત ખોરાક આપવાનો હોય છે. તે મળતો નથી. તે ખૂબ મહત્વની બાબત છે. તેમાં ખૂબ ગેરીતી જોવા મળી રહી છે. ડીએસડીઓ અને ક્લાર્ક દ્વારા પોતાના માણસો ગોઠવી જમવાની કેન્ટીન ઉપર કબજો કરેલો છે. તેમાં મહિનામાં લાખો રૂપિયાના બિલો પાસ કરી મોટા પ્રમાણમાં ભ્રષ્ટાચાર કરવામાં આવે છે તેવું લોક મુખે ચર્ચાઈ રહ્યું છે.
એથલેટીક્સ કોચ સંજય યાદવ સરકાર ના વિરુદ્ધ માં હાઇકોર્ટમાં ગયા હતા તેમની સાથે અન્ય કોચ સાથે હતા. તેઓનો પગાર જે હાઇકોર્ટમાં ગયા હતા તે કોચ ને 15000 પગાર મળતો હતો અને સંજય યાદવ ને ચીફ કોચ ના આશીર્વાદ થી સ્પેશિયલ કેસમાં 35,000 પગાર પૂરો મળતો હતો. ત્યારબાદ તેઓને પ્રમોશન સરકારમાં સેવા આપતા હોય તેવા કર્મચારીઓને પ્રમોશન મળતું હોય છે એજન્સીમાં તરીકે સેવા આપતા હોય તેઓને કઈ રીતે સરકારના નિયમો બનાવી પ્રમોશન આપવામાં આવેલ છે તે પણ એક જેકપોટ જેવું છે. એસ.એ.જી માં બેઠેલા વર્ષોથી રીઢા બનેલા કર્મચારીઓ પોતાના ભાણીયા ભત્રીજાઓને મન ફાવે તેમ એજન્સીઓમાં સિલેક્શન કરાવી કાર્યરત કર્યા છે. તે પણ મોટો તપાસનો વિષય છે. ઉપરોક્ત સમગ્ર બાબત ગુજરાત ભરમાં લોકમુખે ચર્ચાઈ રહી છે આતો માત્ર ટેલર છે ઘણી બાબતો એવી છે કે જેની વિજિલન્સ દ્વારા અને સીબીઆઇ દ્વારા તપાસ થાય તો નેશનલ ગેમ થી માંડી ઘણા કોભાંડો બહાર આવે તેમ છે
હવે જોવું રહ્યું કે આવનાર સમયમાં સરકારશ્રી દ્વારા આવા વ્યક્તિઓ ઉપર કડક થી કડક કાર્યવાહી થાય છે કે કેમ તે ગુજરાતની પ્રજા ન્યાય માગી રહી છે. તે જોવું રહ્યું.


