કાલોલ જવાબદારના તંત્ર પાપે હાઈવે રોડની બાજુમાં બાઇકસવાર બાઇક સાથે ખુલ્લી ગટરમાં ખાબક્યો.!!

તારીખ ૦૪/૧૨/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
કાલોલ નગરમાં આવેલ નેશનલ હાઇવે ને અડીને જે ગટરો આવેલી છે આ ગટરો ના ઢાકના ન હોવાને કારણે કેટલાય મહિનાઓથી આ ગટરો ખુલ્લી હોય વાહન ચાલકો જીવના જોખમે અવરજવર કરી રહ્યા છે ત્યારે અવારનવાર આ ખુલ્લી ગટરોમાં અકસ્માતો ની હારમાળા સર્જાય છે આજરોજ એક બાઈક સવાર રોડ ઉપરથી પસાર થઈ રહ્યા હોય છે ત્યારે આ બાઇક સાથે ખુલ્લી ગટરમાં પડી ગયા હતા જ્યાં ભારે જહેમત બાદ સ્થાનિક લોકોની મદદથી સહીસલામત રીતે બહાર કાઢી લેવામાં આવ્યા હતા જ્યાં બાઇક સવાર ઇસમ ખુલ્લી ગટરમાં પડી જવાના કારણે તેમને ઈજાઓ થઈ હતી અને છેલ્લા કેટલાય સમયથી રોડની સાઈડમાં કેટલીક જગ્યાઓ પર ગટર ખુલ્લી હોવાને કારણે અસંખ્ય અકસ્માતો સર્જાયા છે તંત્ર જાને કુંભકરણની નિંદ્રામાં સૂતું હોય તેવું લાગી રહ્યું છે આ ગટરોમાં ગંદુ પાણી હોય છે અને આજુબાજુ ગંદકી એ જાણેકે ગંદકી નું સામ્રાજ્ય સ્થાપ્યું હોય તેવું લાગી રહ્યું છે આ બાઈક સવારને સ્થાનિક લોકોએ બહાર કાઢ્યા હતા જ્યાં જવાબદાર તંત્રનાં પાપે બાઈક સાથે ગટરમાં ખાબક્યો હતું જેને કારણે બાઇક ઉપર સવાર ને ઈજાઓ થઈ હતી જ્યારે બાઈકને પણ નુકસાન થવા પામ્યું હતું. હાઇવે ઓથોરિટી અથવા નગરપાલિકા વર્ષોથી ખુલ્લી ગટરોને ઢાંકવાની તજવીજ હાથ ધરીને આ બાબતે આંખો ખોલશે.? કે હજી કોઈ મોટી દુઘર્ટના બનવાની રાહ જોઈ રહી છે.!?







