દુનિયાના સ્પેઇન દેશમાં બનતા વરસાદી વીજળીથી થતા અકસ્માતો સામે સુરક્ષા આપતા ઉપકરણો હવે ગુજરાતના સુરેન્દ્રનગર જીલ્લા ની કંપની દ્વારા ભારતમાં ઉત્પાદન થશે

તા.31/07/2025/બાવળિયા ઉમેશભાઈ સુરેન્દ્રનગર
ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગર જીલ્લામાં આવેલ પાવરટ્રેક ગ્રૂપ કંપની દ્વારા સ્પેઇન સાથે વર્ષોથી ચાલતા વ્યાપારને વધારવા અને યુરોપીયન ટેક્નોલોજીને ભારતમાં ઉત્પાદન કરી દેશમાં વધતા બહુમાળી ઇમારતો, ઉદ્યોગિક એકમોમાં અને ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી વીજળીથી થતા અકસ્માતથી જાન-માલના નુકસાનો વધ્યા છે અને ખાસ કરીને થોડા વર્ષોથી ગુજરાત રાજ્યમાં બહુમાળી બિલ્ડીંગો અને ગ્રામ વિસ્તારો વીજળી પડવાથી માલસામાન ના નુકસાન સાથે સાથે નુકસાન વધ્યું છે અને રાજ્યના અલગ અલગ જીલ્લામાં વરસાદી વીજળીના અકસ્માતના કારણે પશુઓ અને માનવીય મુર્ત્યુંઆંકમાં સતત વધારો થઇ રહ્યો છે જેની પાછળના કારણો એવા છે કે દેશમાં રહેઠાણ અને ઉદ્યોગિક ઇમારતોના બાંધકામમાં વગેરેમાં સોલાર રૂફટોપ, લોખંડ, ઇલેક્ટ્રોનિક અને ડેટા લાઈન વગેરેનો વધારે ઉપયોગ થઇ રહ્યો છે જેના કારણે વરસાદી વીજળી પાડવાની શકાયતામાં પણ વધારો થઇ રહ્યો છે ત્યારે ભારત દેશમાં બનતા લાઈટનિંગ એરેટર તેમજ અર્થ્સિંગ ઇલેક્ટ્રોડ ટેક્નોલોજીમાં યુરોપિયન ટેક્નોલોજીનો ઉપયોગ કરીને દેશમાં જ યુરોપિન ટેક્નોલોજીથી લાઈટનીંગ ટેક્નોલોજી, અર્થ્સિંગ અને સર્જ અરેસ્ટરનું ઉત્પાદન કરવાં માટે ગુજરાત રાજ્યના સુરેન્દ્રનગરમાં આવેલ પાવરટ્રેક ગ્રૂપના મેનેજીંગ ડાયરેક્ટર દિવ્યરાજસિંહ કિશોરસિંહ ઝાલા હાલમાં સ્પેઇન અને જર્મનીની મુલાકતે છે જ્યાં તેવો દ્વારા બંને કંપની વચ્ચે વ્યાપાર કરાર કરીને ખૂબ ટૂંક સમયમાં આ ઉત્પાદન સુરેન્દ્રનગરમાં થાય તેના માટે અતિ મોર્ડન ટેક્નોલોજીની ફેક્ટરી બનાવીને ઉત્પાદન ચાલુ કરાશે જેનાથી સુરેન્દ્રનગર જીલ્લાની પ્રોડક્ટર્સ દુનિયાના અનેક દેશોમાં એક્સપોર્ટ કરાશે અને જીલ્લામાં એક નવી રોજગારીની તકો ઉભી કરાશે.





