GUJARATMORBIMORBI CITY / TALUKO

MORBI -મોરબી શહેરમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચાર શખ્સો ઝડપાયા

MORBI -મોરબીમાં ચાઈનીઝ દોરીનું વેચાણ કરતા ચાર શખ્સો ઝડપાયા

 

 

મોરબી શહેરમાં પ્રતિબંધીત ચાઇનીઝ દોરીનું વેચાણ કરતા ચાર શખ્સોને મોરબી સીટી એ ડીવીઝન પોલીસે ઝડપી પાડયા છે.


મોરબી સિટી એ ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોરબી સીટી એ ડીવીઝન પોલીસને ખાનગી રાહે બાતમી મળેલ કે જે બાતમીના આધારે રેઇડ કરતા પ્રતિબંધીત ચાઇનીઝ દોરી (ફિરકા) નુ વેચાણ કરતા ચારે ઇસમો પાસેથી ચાઇનીઝ દોરી(ફીરકા) કુલ નંગ-૪૫૧ કિ.રૂ.૨,૯૩,૧૫૦/-ના મુદામાલ સાથે આરોપી મહેબુબભાઈ તોફીકભાઈ ખોખર ઉ.વ.૧૯ રહે. સીપાઈવાસ માતમ ચોક પાસે મોરબી, અનવરભાઈ હાજીભાઈ વડગામા ઉ.વ.૧૯ રહે. સીપાઈવાસ જમાદાર શેરી મોરબી, ફૈઝલભાઈ હનીફભાઈ પઠાણ રહે. સીપાઈવાસ માતમચોક મોરબી, વિપુલભાઈ હસમુખભાઈ હિરાણી ઉ.વ.૪૨ રહે. સાવસર પ્લૉટ શેરી નં.૩ મોરબીવાળાને પકડી પાડી ઇસમો વિરુદ્ધ જીલ્લા મેજીસ્ટ્રેટ મોરબી ના જાહેરનામા ભંગની બી.એન.એસ કલમ.૨૨૩,૫૪ તથા જી.પી.એકટ કલમ-૧૩૧, ૧૧૭ મુજબ અલગ અલગ ગુન્હાઓ રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે.

Back to top button
error: Content is protected !!