GUJARATPANCHMAHALSHEHERA

શહેરા તાલુકાની રેફરલ હોસ્પિટલમાં કાદવ-કીચડથી દર્દીઓ પરેશાન 

 

પંચમહાલ શહેરા

નિલેશભાઈ દરજી શહેરા

 

શહેરાની મુખ્ય સરકારી રેફરલ હોસ્પિટલનો તાત્કાલિક સારવાર અને વિભાગની બહાર હાલ કાદવ-કીચડથી ખદબદી રહ્યો છે, જેના કારણે દિવસ-રાત સારવાર માટે આવતા દર્દીઓ અને હોસ્પિટલના સ્ટાફને પારાવાર મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવ્યો. વિભાગના પ્રવેશદ્વાર પર જ કાદવ-કીચડનું સામ્રાજ્ય હોવાથી દર્દીઓ અને સ્ટાફ બંનેને ના છૂટકે આ ગંદકીમાંથી પસાર થવું પડે છે.

 

સ્વચ્છતાના આ અભાવને કારણે દર્દીઓ અને તેમના સગાં-સંબંધીઓમાં અનેક પ્રશ્નો ઉભા થયા છે. જ્યાં લોકો સ્વાસ્થ્ય સુધારવા આવે છે ત્યાં જ આવી ગંદકીનું સામ્રાજ્ય રોગચાળાને આમંત્રણ આપે છે. કાદવ-કીચડના કારણે દ્વિચક્રી વાહનો સ્લીપ થવાના અને પગ લપસી જવાના બનાવો બનવાની શક્યતા પણ વધી ગઈ છે જે દર્દીઓ અને મુલાકાતીઓ માટે જોખમી બની શકે છે. આરોગ્ય વિભાગ વહેલી તકે આ ગંભીર સમસ્યા પર ધ્યાન આપે અને કાદવ-કીચડ દૂર કરી દર્દીઓ તથા સ્ટાફને હાલાકીમાંથી મુક્તિ અપાવે તે અત્યંત જરૂરી બન્યું છે

Back to top button
error: Content is protected !!