SABARKANTHA

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરના નવીન મકાનનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો……….

અહેવાલ:- પ્રતિક ભોઈ

શ્રી હિંમત હાઇસ્કુલ, હિંમતનગરના નવીન મકાનનો ભૂમિ પૂજન કાર્યક્રમ યોજાયો……….
આજરોજ હિંમતનગર કેળવણી મંડળ સંચાલિત હિંમતનગર ખાતે કરવામાં આવ્યું. આ કાર્યક્રમના અધ્યક્ષ શ્રી પ્રફુલભાઈ પટેલ (પ્રશાસકશ્રી, દીવ,દમણ દાદરા નગર હવેલી અને લક્ષદીપ)ના હસ્તે ભૂમિ પૂજન થયું. આ ઉપરાંત મુખ્ય મહેમાન તરીકે શ્રીમતી શોભનાબેન બારૈયા (સાંસદશ્રી, સાબરકાંઠા અરવલ્લી જિલ્લો), શ્રી વિરેન્દ્રસિંહ ઝાલા (ધારાસભ્યશ્રી, હિંમતનગર) તથા શ્રી વિમલભાઈ ઉપાધ્યાય (પ્રમુખ, હિંમતનગર નગરપાલિકા) હાજર રહ્યા. આજના કાર્યક્રમની શરૂઆતમાં ભૂમિ પૂજન થયા બાદ પ્રાર્થના, દીપ પ્રાગટ્ય અને સ્વાગત ગીત રજૂ કરવામાં આવ્યું. સ્વાગત પ્રવચન મંડળના પ્રમુખશ્રી હેમંતભાઈ મહેતાએ કર્યું. આજના કાર્યક્રમના અધ્યક્ષ શ્રી તથા મુખ્ય મહેમાનો અને કેળવણી મંડળ સંચાલિત સંસ્થાઓના દાતાશ્રીઓનું સન્માન કરવામાં આવ્યું. અધ્યક્ષશ્રી તથા મહેમાનોએ પ્રસંગોચિત ખૂબ જ સુંદર પ્રવચન કર્યું.જેમાં ઇડર સ્ટેટ રાજવી પરિવારની હિંમતનગરની પ્રજા માટેની મહાન ભેટને કૃતજ્ઞતા પૂર્વક નમન કર્યા હતા અને તેમને વંદન કર્યા હતા. હિંમતનગરને શ્રેષ્ઠ શહેર બનાવવાની અને આ શાળાને ઉત્તમ શિક્ષણ આપનાર સંસ્થા બનાવવાની નેમ પ્રગટ કરી હતી. શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ અને હાલના ડોક્ટરનું સન્માન કર્યું. આજના કાર્યક્રમમાં શાળાના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ સ્ટાફ મિત્રો, ટ્રસ્ટીઓ, વેપારીઓ, પૂર્વ આચાર્યો, એન્જિનિયર્સ, ડોક્ટર તથા પ્રતિષ્ઠિત નાગરિકો હાજર રહ્યા. આ પ્રસંગે હિંમતનગર કેળવણી મંડળના તમામ ટ્રસ્ટીઓ અને પૂર્વ પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.સાબરકાંઠા જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન જેઠાભાઈ પટેલ, એપીએમસીના ચેરમેન જયેશભાઈ પટેલ, નાગરિક બેંકના ચેરમેન હિરેનભાઈ ગોર, સુલેમાનભાઈ કડીવાલા, પૂર્વ પ્રમુખ દિલીપભાઈ ગાંધી, પૂર્વ પ્રમુખ નાથાભાઈ પટેલ, ભાસ્કરભાઈ પટેલ, અશ્વિનભાઈ કોટવાલ, મહેન્દ્રસિંહ બારૈયા, મણિલાલ વાઘેલા, પૂર્વ ધારાસભ્યશ્રી તથા અનેક મહાનુભાવો એ ઉપસ્થિત રહીને કાર્યક્રમને શોભાવ્યું હતું. મંડળ સંચાલિત સંસ્થાઓના પ્રિન્સિપાલશ્રી તથા સ્ટાફ મિત્રો પણ હાજર રહ્યા. શ્રી હિંમત હાઈસ્કૂલની વિદ્યાર્થીનીઓએ ખુબ સરસ મજાના ઉત્તમ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કર્યા હતા.સમગ્ર કાર્યક્રમનું સંચાલન શ્રી ડી.પી.ભટ્ટ તથા અન્ય સ્ટાફ મિત્રોએ કર્યું. કાર્યક્રમના અંતમાં આભાર વિધિ મંત્રીશ્રી જીતુભાઈ પટેલએ કરી. ભૂતપૂર્વ સ્ટાફ મિત્રો તથા પૂર્વ આચાર્યશ્રી નર્મદભાઈ ત્રિવેદી હાજર રહ્યા. બધા જ હાજર રહેલા વ્યક્તિઓ માટે ભોજન નું આયોજન કર્યું હતું. બધા ભોજન લઈને છુટા પડ્યાં.

Back to top button
error: Content is protected !!