શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, હરિઓમ સોસાયટી હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા ૩૨ માં શ્રી ગણેશ મહોત્સવમાં નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો

અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી સિદ્ધિ વિનાયક મંદિર, હરિઓમ સોસાયટી હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા ૩૨ માં શ્રી ગણેશ મહોત્સવમાં નિઃશુલ્ક મેઘા મેડિકલ કેમ્પ અને બ્લડ ડોનેશન કેમ્પ યોજાયો
શ્રી ગણેશ મહોત્સવ નિમિત્તે સેવા ભાવના ના અર્થે આયોજિત નિઃ શુલ્ક મેડિકલ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો. આ કેમ્પમાં મોટા પ્રમાણમાં દર્દીઓએ આરોગ્ય ચકાસણી તથા સારવારનો લાભ લીધો.
કેમ્પમાં વિશેષ રીતે આંખની તપાસ , દાંત ની તપાસ , હાડકાં ના રોગો , સ્કીન ની તપાસ,નાક કાન ગળા ની તપાસ તેમજ મહિલા આરોગ્ય સંબંધિત સેવાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી હતી. હિંમતનગર ના તજજ્ઞ ડોક્ટરોની ટીમ માં ડો. અંકુરભાઈ પટેલ (સ્પર્શ ઓર્થોપેડિક હોસ્પિટલ), ડો. પી.ડી. પરમાર ( આંખ ના નિષ્ણાત) , ડો. કેતનભાઈ પટેલ ( સ્માઈલ કેર ડેન્ટલ ક્લિનિક) , ડો. ઉત્સવભાઈ પટેલ ફીજીશિયન( અર્થવ હોસ્પિટલ) , ડો.નિસર્ગભાઈ મોદી (ડો મોદી સ્કીન અને સ્માઈલ ક્લિનિક), ડો. દિવ્યા પટેલ ( ગર્વ ગાયનેક હોસ્પિટલ), ડો. મેઘા દેસાઈ ( ધ્વનિ ENT હોસ્પિટલ) , ડો. ભાવેશભાઈ શાહ સપ્રેમ હોસ્પિટલ સલુંબર રાજસ્થાન , ડો. કરણભાઈ મોદી (ક્રિષ્ના ક્લિનિક) તથા ડો. પિયુષભાઈ સુરાની વગેરે દ્વારા દર્દીઓને નિઃશુલ્ક દવા અને પરામર્શ કરી યોગ્ય તપાસ કરવામાં આવી હતી. આ ઉપરાંત ઇન્ડિયન રિનલ ફાઉન્ડેશન દ્વારા ડાયાબિટીસ ચેક અપ કરવામાં આવ્યું અને રેડક્રોસ ની ટીમ દ્વારા રક્ત દાન એકત્રીકરણ માટે સમયદાન આપવામાં આવ્યું તથા નિ: શુલ્ક દવા નું વિતરણ કરવામાં આવેલ હતું.
આ કેમ્પની મુલાકાતે હિંમતનગર વિધાનસભા ના ધારાસભ્યશ્રી વી.ડી .ઝાલા સાહેબ , હિંમતનગર નગર પાલિકા ના પ્રમુખશ્રી વિમલભાઈ ઉપાધ્યાય, ઈન્ડીયન રેડક્રોસ સોસાયટી હિંમતનગર ના ડો.ગોપલાની સાહેબ જેવા મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા અને સમગ્ર આયોજન બદલ મંડળ ના પ્રમુખશ્રી બ્રિજેશભાઈ પટેલ , મંત્રી શ્રી નિતિનભાઈ પરમાર અને સમગ્ર યુવા ટીમ ને અભિનંદન પાઠવ્યા હતા.
ઉપરોક્ત સુંદર આયોજન નો લાભ ૬૭૦ થી વધારે દર્દીઓ એ લીધો હતો. આરોગ્ય સેવાઓની લાભાર્થી બનનાર લોકો તરફથી પણ આ કાર્યક્રમની ઊંડી પ્રશંસા કરવામાં આવી.આજે પણ એવું સાબિત થયું કે આરોગ્ય સેવા એ સર્વોચ્ચ સેવા છે.


