સાયલા પંથકમાં ગેર પ્રવૃતિઓ દારૂ,જુગાર અને મારામારીના બનાવમાં વધારો થતા કડક પિ.આઈ. મુકવા લોકોની માંગ ઉઠી છે..સાયલા તાલુકાના સુદામડા ગામ ના વિડ વિસ્તારમાં ચાલતા ઇંગલિશ દારૂના કટીંગ પર સુરેન્દ્રનગર એલ.સી.બી ની મોટી રેડ.સુરેન્દ્રનગર એલ.સી.બી એ સાયલા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ સુદામડા ની સીમમાં ઇંગ્લિશ દારૂનો જથ્થો, બીયર તથા વાહન સહિત અન્ય મુદ્દા માલ મળી કુલ કિંમત સત્તાવન લાખ થી વધુ નો મુદ્દામાલ કબજે કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે.સુરેન્દ્રનગર એલ.સી.બી.એ તમામ આરોપી સામે સાયલા પોલીસ સ્ટેશન ખાતે પ્રોહિબિશન ધારા મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે. કામગીરીમાં રોકાયેલા એલ.સી.બી સ્ટાફ પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે જાડેજા, પોલીસ સબ ઈન્સ્પેક્ટર જે.વાય પઠાણ, પોલીસ કોન્સ્ટેબલ કુલદીપભાઈ, તથા પોલીસ કોન્સ્ટેબલ કિશનભાઇ તેમજ સાથે રહેલા અન્ય સ્ટાફ ને મળી સફળતા..