24 ઓગસ્ટ 2025
હર્ષલ ખંધેડિયા :- જામનગર
જામનગરના અલિયાબાડામાં આવેલ દરબાર ગોપાળદાસ શિક્ષણ મહાવિદ્યાલય સાયબર ક્રાઇમ અવેરનેસ અંતર્ગત તજજ્ઞ વ્યાખ્યાનનું આયોજન કરવામાં આવ્યું હતું. AROH FOUNDATION દ્વારા આસિસ્ટન્ટ શ્રી વિજયસિંહ જાડેજાએ સાયબર ક્રાઇમ અંતર્ગત OTP, link, Application, સાયબર ફ્રોડના ઉદાહરણ વિશેની માહિતી આપી હતી. પ્રથમ વર્ષ અને દ્વિતીય વર્ષના તાલીમાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા સાયબર ફ્રોડનાં ભોગ ભવિષ્યમાં ન બને તે માટે જાગૃતિ આપવાનો પ્રયાસ કર્યો હતો. આચાર્યા ડૉ.રૂપલબેન માંકડના માર્ગદર્શન હેઠળ સાઇબર ક્લબનાં કૉ-ઓર્ડીનેટર ડૉ.આશાબેન પટેલ દ્વારા સમગ્ર કાર્યક્રમનું આયોજન સફળતાપૂર્વક કરવામાં આવ્યું.