આજે સાબરની સૌમ્ય ધરા પર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે

*આજે સાબરની સૌમ્ય ધરા પર મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ ઉજવાશે*
**********
સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની અધ્યક્ષતામાં રાજ્યકક્ષાનો વિશ્વ આદિવાસી દિવસ આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ, ખેડબ્રહ્મા ખાતે યોજાશે.
આજે તારીખ ૯ ઓગસ્ટ ૨૦૨૪,શુક્રવારના રોજ સવારે ૧૦.૦૦ કલાકે, આર્ડેકતા ઇન્સ્ટિટયૂટ નવી મેત્રાલ ખેડબ્રહ્મા ખાતે આદિજાતી વિકાસ વિભાગ,ગુજરાત સરકાર દ્વારા આયોજીત વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી કરવામાં આવશે.
સાબરકાંઠા જિલ્લામાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલની અધ્યક્ષતામાં તેમજ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ, ગુજરાત સરકાર મંત્રીશ્રી ડૉ.કુબેરભાઈ ડીંડોડ તથા આદિજાતિ વિકાસ, શ્રમ અને રોજગાર,ગ્રામ વિકાસ ગુજરાત રાજ્યકક્ષા મંત્રીશ્રી કુંવરજીભાઈ હળપતિ ની પ્રેરક ઉપસ્થિતિમાં વિશ્વ આદિવાસી દિવસની ઉજવણી નિમિત્તે અનેકવિધ વિકાસલક્ષી કામોનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત તેમજ વિવિધ યોજનાઓ અંતર્ગત સહાય વિતરણ કાર્યક્રમ યોજાશે.
અહેવાલ:- પ્રતિક ભોઈ


