વોરાવાવ પ્રાથમિક શાળામાં ધરતી આંબા ઉત્કર્ષ યોજના અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન





વોરાવાવ પ્રાથમિક શાળામાં ધરતી આંબા ઉત્કર્ષ યોજના અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન
સિયાસણ ગ્રુપ પંચાયત હેઠળના વોરાવાવ પ્રાથમિક શાળામાં ધરતી આંબા ઉત્કર્ષ યોજના અંતર્ગત સેવાસેતુ કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ પ્રજાના વિવિધ કામોના ઝડપી અને સરળ નિકાલ માટે ઉપયોગી સાબિત થયો.
કાર્યક્રમમાં સિયાસણ ગ્રુપ ગામ પંચાયતના સરપંચ, રાજેશભાઈ દામા,તલાટી કમ મંત્રી, પંચાયત સ્ટાફ આરોગ્ય ટીમ, આગણવાડી કાર્યકર, તાલુકા પંચાયત અને મામલતદાર કચેરીના અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો.
કાર્યક્રમ દરમિયાન સ્થાનિક ગ્રામજનો અને અધિકારીઓ વચ્ચે સીધો સંવાદ સાધવામાં આવ્યો. ગ્રામજનોએ પોતાની સમસ્યાઓ અને અરજીઓ રજૂ કરી, જેના પર અધિકારીઓએ તાત્કાલિક અને સક્રિય પ્રતિસાદ આપ્યો.
સેવાસેતુ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ,પ્રજાના કામોને વહેલી તકે પૂર્ણ કરવા ,અરજીઓનો ઝડપી નિકાલ કરવો ,સરકારી યોજનાઓનો લાભ સીધો લાભાર્થીઓ સુધી પહોંચાડવાનો છે.
આ વખતે સિયાસણ, ઢીંચણીયા, વોરાવાવ અને પાંચગામડા,સહિતના ચાર ગામોના લોકોને આ કાર્યક્રમમાં સામેલ કરવામાં આવ્યા હતા. ગ્રામજનોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો અને વિવિધ સમસ્યાઓ અંગે અધિકારીઓને જાણકારી આપી.
આ કાર્યક્રમથી ગ્રામ્ય વિસ્તારના લોકોમાં સરકારી યોજનાઓ વિશે જાગૃતતા વધી છે અને તેઓ આવા પ્લેટફોર્મને પોતાના કામોના નિકાલ માટે અત્યંત ઉપયોગી માને છે.
સિયાસણ ગ્રુપ પંચાયતે આવા કાર્યક્રમોને વધુ વેગ આપીને ગ્રામજનોની સુવિધા અને વિકાસ માટે સતત પ્રયાસો કરવાનું વચન આપ્યું છે. આગામી દિવસોમાં વધુ કાર્યક્રમોનું આયોજન કરીને વધુમાં વધુ લોકોને લાભ આપવાની તૈયારી દર્શાવવામાં આવી છે.
આ સેવાસેતુ કાર્યક્રમ ધરતી આંબા ઉત્કર્ષ યોજનાના ઉદ્દેશને વાસ્તવિક રૂપ આપવાનું એક સારું ઉદાહરણ સાબિત થયું છે.
જયંતિ પરમાર સાબરકાંઠા



