SABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં ૧૪ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાશે

*સાબરકાંઠા જિલ્લામાં ૧૪ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન સ્વચ્છતા હી સેવા ઝુંબેશ યોજાશે*
****
*સ્વચ્છતા હી સેવા અંતર્ગત જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં બેઠક યોજાઈ*
****
સાબરકાંઠા જિલ્લામાં જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની ઉપસ્થિતિમાં સ્વચ્છતા હી સેવા અંતર્ગત બેઠક યોજાઈ હતી. સાબરકાંઠા જિલ્લામાં ૧૪ સપ્ટેમ્બર થી બીજી ઓક્ટોબર દરમિયાન ” સ્વચ્છતા હિ સેવા “ઝુંબેશ યોજાશે.
સ્વચ્છતા હી સેવા ઝુંબેશ અંતર્ગત જિલ્લામાં સરકારી સંસ્થાઓ, એનજીઓ તેમજ નાગરિકોના સહયોગથી સફાઇની કામગીરી હાથ ધરવામાં આવશે. આ ઝુંબેશમાં પ્રથમ સપ્તાહમાં “સ્વચ્છ પરિવેશ, સ્વસ્થ આહાર ગુજરાત કા આધાર” થીમ પર સ્વચ્છતા શપથ, મેઘા સફાઈ અભિયાન અને મેરેથોન /સાયક્લોથોન, સફાઈ મિત્ર સુરક્ષા શિબિર, સ્વચ્છ સ્વાદ વગેરે ઉજવણી કરવામાં આવશે.
બીજા સપ્તાહમાં “સફાઈ કા સંકલ્પ કચરે કા સમાધાન” થીમ પર કચરા થી કંચન ( વેસ્ટ ટુ વેલ્થ ) રીડ્યુઝ, રિસાયકલ વર્કશોપ, જાહેર સ્થળોની સફાઈ હાથ ધરાશે. ત્રીજા સપ્તાહમાં “સ્વચ્છતા કા યોદ્ધા, સન્માન કિ શાન – સાફ-સફાઈ મેં હૈ ઉનકા માન” થીમ સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ અને સ્વચ્છતા તહેવાર તેમજ સ્વચ્છતા રેલી યોજાશે.
આ ઝુંબેશ માં જિલ્લાના તમામ નાગરિકો જોડાઈ સ્વચ્છતા ના મહા અભિયાનને સફર બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ અનુરોધ કર્યો હતો.
આ બેઠકમાં ગ્રામ વિકાસ એજન્સી નિયામકશ્રી પાટીદાર, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી એ બી પરમાર, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી કેયુર ઉપાધ્યાય, તાલુકા વિકાસ અધિકારીશ્રીઓ તથા અમલીકરણ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!