આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ખેડૂતોએ ઑનલાઇન અરજી કરવાની રહેશે

20 જૂન જીતશે જોષી પાલનપુર બનાસકાંઠા આઇ-ખેડૂત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ખેડૂતોએ ઑનલાઇન અરજી કરવાની રહેશે ખેતી પાકના નિદર્શનનો લાભ લેવા માટે આગામી ૧ જુલાઈ ૨૦૨૫ સુધી અરજી કરી શકાશે વર્ષ ૨૦૨૫-૨૬માં ખેતીવાડી ખાતા તરફથી ખેડૂતોને વાવેતર કરવા માટે ખેતી પાકોના નિદર્શન આપવામાં આવે છે. જેમા ચાલુ સાલથી ખેતી પાકોના નિદર્શનનો લાભ લેવા માટે આઇ ખેડુત પોર્ટલ પર નિદર્શન હેઠળના ઘટકો માટે ઓનલાઇન અરજીઓ મેળવવા તારીખ ૧૮ જૂનથી આઈ-ખેડુત પોર્ટલ શરૂ થયું છે. અત્રેના બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને ખેતીવાડી ખાતાની વિવિધ યોજના હેઠળના નિદર્શન ઘટકો માટે આઇ ખેડુત પોર્ટલ તા.૧૮-૦૬-૨૦૨૫, બુધવારના રોજ સવા૨ે ૧૦.૩૦ કલાકે થી તા. ૦૧-૦૭-૨૦૨૫ (૧૪ દિવસ) સુધી ખેડુતો દ્વારા ઓનલાઇન અરજીઓ કરવા માટે ખુલ્લું મૂકાયું છે. જે ધ્યાને લઇ બનાસકાંઠા જિલ્લાના ખેડુતોએ આ નિદર્શન ઘટકોમાં લાભ મેળવવા માટે ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજીની નકલ પોતાની પાસે રાખવાની થાય છે. ખેડૂતો સદર નિદર્શન ઘટકો હેઠળ અરજી કરવા અને લાભ લેવા માટે બનાસકાંઠા જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી દ્વારા એક અખબારી યાદીમાં જણાવ્યું છે.




