MORBI:મોરબી એલ.સી.બીએ છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો
MORBI:મોરબી એલ.સી.બીએ છેતરપિંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસ્તો ફરતો વોન્ટેડ આરોપીને ઝડપી લીધો
મોરબી પેરોલ ફર્લો સ્ક્વોડ તથા એલસીબી પોલીસ દ્વારા સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ મથકમાં વિશ્વાસઘાત છેતરપીંડીના ગુનામાં છેલ્લા બે વર્ષથી નાસતો ફરતો મૂળ હળવદના ઘનશ્યામપુરના વતની આરોપીને હળવદ ટાઉનમાંથી ઝડપી લઈ હસ્તગત કરવામાં આવ્યો છે. હાલ પકડાયેલ આરોપીને ઈડર પોલીસ મથકમાં સોંપવા તજવીજ હાથ ધરવામાં આવી છે.
મોરબી પેરોલ ફર્લો સ્કવોડના હેડ કોન્સ.ઇશ્ર્વરભાઇ કલોતરા તથા ભરતભાઇ જીલરીયાને ખાનગીરાહે હકિકત મળેલ કે સાબરકાંઠા જીલ્લાના ઇડર પોલીસ મથકમાં નોંધાયેલ વિશ્વાસઘાત/છેતરપિંડીના ગુનામાં નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ દીલીપસિંહ લીંબોલા રહે. ઘનશ્યામપુર તા.હળવદ હાલે મોરબી જીલ્લાના હળવદ ટાઉનમાં આવેલ લેકવ્યુ હોટલ પાસે હોવાની ચોકકસ હકિકત મળતા જે હકિકત આધારે તપાસ કરતા ઉપરોકત ગુનાના કામેનો નાસતો ફરતો આરોપી રાજેન્દ્રસિંહ દીલીપસિંહ માધુભાઇ લીંબોલા (રાજુપત) ઉવ.૨૯ રહે. ઘનશ્યામપુર રાજપુત શેરીમાંવાળો મળી આવતા આરોપીને હસ્તગત કરી હળવદ પોલીસ મથક ખાતે લાવી આગળની કાર્યવાહી અર્થે ઇડર પોલીસ મથકમાં સોંપી આપવાની ગતિવિધિ શરૂ કરી હતી.