GUJARATJUNAGADH

જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી

જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી છે.વરસાદના કારણે જિલ્લામાં વૃક્ષો અને ઝાડી ઝાંખરા પડવા તેમજ માઇનોર સરફેસ ડેમેજ થવાથી માર્ગને નુકસાન થયું છે. જેને પૂર્વવત્ કરવા જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા અવીરતપણે સતત કામગીરી હાથ ધરવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લા માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા ૨૩ માર્ગોની મરામત કામગીરી પૂરી કરવામાં આવી છે.
તેમજ હાલમાં જૂનાગઢ તાલુકામાં આવેલ મજેવડી થી વાલાસીમડી રોડ પર મેટલ પેચ વર્કની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ ઉપરાંત બાકી રહેલા રસ્તાઓનું રીપેરીંગ કામ પૂરજોશમાં કરવામાં આવી રહ્યું છે, આ કામ પણ ટૂંકમાં જ પૂર્ણ કરવામાં આવશે.માર્ગ સુધારણાના કામોને ઝડપી બનાવવા વિવિધ મશીનરી અને માનવ બળ કામે લગાડવામાં આવેલ છે. આ કામગીરીનું કાર્યપાલક ઇજનેર શ્રી અભિષેક ગોહિલ દ્વારા સતત મોનીટરીંગ કરવામાં આવી રહ્યું છે.

રિપોર્ટર : અનિરૂધસિંહ બાબરીયા – કેશોદ

Back to top button
error: Content is protected !!