SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા પ્રા શિ સંઘ અને તમામ તાલુકા પ્રા શિ સંઘના આયોજન થી ચાણાક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ

અહેવાલ:- પ્રતિક ભોઈ

સાબરકાંઠા જિલ્લા પ્રા શિ સંઘ અને તમામ તાલુકા પ્રા શિ સંઘના આયોજન થી
ચાણાક્ય ક્રિકેટ ટુર્નામેન્ટનુ આયોજન કરવામા આવ્યુ જેમાં આજરોજ ખેડબ્રહ્મા અને ઇડર વચ્ચે ફાઇનલ મેચ રમવામા આવી તેમા ખેડબ્રહ્મા વિજેતા બની
સમાપન કાર્યક્રમમાં સાબરકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેનશ્રી હિંમાંશુભાઇ નિનામા સાહેબ ઉપસ્થિત રહી તમામ ખેલાડી શિક્ષકોને પ્રોત્સાહિત કર્યા કાર્યક્રમા જિલ્લાસંઘ ના પ્રમુખશ્રી વિનયભાઇ પટેલ મહામંત્રીશ્રી સુરેશભાઇ સહમંત્રી પીનલભાઇ ખાસ ઉપસ્થિત રહ્યા
વિજેતા ટીમ રનર્સઅપ ટીમ MoS અને MoM ને ટ્રોફી અર્પણ કરી સન્માન કરવામા આવ્યુ બંને ટીમના તમામ ખેલાડીને મેડલ આપી સન્માનિત કરવામા આવ્યા
સમગ્ર વ્યવસ્થા જાળવવામા મદદરુપ બનનાર ઇડર સંઘ ના પ્રમુખ કલ્પેશભાઇ અને ઇડરના મિત્રોનો ખૂબખૂબ આભાર
આવનાર સમયમાં ઉત્તમ પ્રદર્શન કરનાર મિત્રોની ટીમ સાબર બની અને એ ટીમ ઝોન કક્ષાએ અને રાજ્ય કક્ષાએ ચેમ્પીયન બને તેવી શુભેચ્છાઓ સાથે આભાર વંદન

Back to top button
error: Content is protected !!