MORBI:મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો

MORBI:મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે વિશ્વ પર્યાવરણ દિવસ અન્વયે ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો
ઘરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ઔષધીય રોપાઓનું વિતરણ કરાયું
‘વિશ્વ પર્યાવરણ દિવસ’ની ઉજવણી અંતર્ગત મોરબી તાલુકા પંચાયત કચેરી ખાતે તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અશોકભાઈ દેસાઈની ઉપસ્થિતિમાં ‘હરિત યોગ’ કાર્યક્રમ યોજાયો હતો. મોરબી જિલ્લા વિકાસ અધિકારીશ્રી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન અને જિલ્લા આયુર્વેદ અધિકારીશ્રી ડો. હરેશભાઈ જેતપરીયાના નિદર્શનમાં ગત તારીખ ૦૫/૦૬/૨૦૨૫ ના ‘વિશ્વ પર્યાવરણ દિવસ’ તેમજ ‘૧૧ માં વિશ્વ યોગ દિવસ-૨૦૨૫’ના કાઉન્ટડાઉન અંતર્ગત યોજાયેલા કાર્યક્રમમાં ઉપસ્થિતોને શારીરિક અને માનસિક તંદુરસ્તી માટે યોગ કરાવવામાં આવ્યા હતા. ‘હરિત યોગ’ અંતર્ગત ધરે સહેલાઈથી ઉછેરી શકાય તેવા ગુડૂચી, પાનફૂટી જેવા ઔષધીય રોપાઓનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં મોરબી તાલુકા વિકાસ અધિકારીશ્રી પી.એસ. ડાંગર તથા તાલુકા પંચાયતના કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા. આ શિબિરનું સંચાલન આયુર્વેદ મેડિકલ ઓફિસર ડો. જીજ્ઞેશ બોરસાણિયા, ડો. ખ્યાતિ ઠકરાર તથા ડો. વિરેન ઢેઢી દ્વારા કરવામાં આવ્યું હતું. યોગ ઈન્સ્ટ્રકર મહેશ્વરીબેન દલસાણીયા અને દીલીપભાઈ કણજારીયા દ્વારા યોગ નિર્દશન કરવામાં આવ્યું હતું.










