
બ્રિજેશકુમાર પટેલ, ભરૂચ
પત્રકાર પ્રતિનિધિ
નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણીના હસ્તે નેત્રંગ ટાઉનમાં આવેલ ગાંધી બજાર વિસ્તારની પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવશોત્સવ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કુમાર શાળામાં બાલવાટિકામાં ૧૪, ધોરણ ૧થી ૮ માં ૧૮ અને કન્યા શાળામાં બાલવાટિકામાં ૧૬ ૧ થી ૮ માં ૧૭ અને આંગણવાડીમાં ૬ બાળકોને મામલતદાર રીતેશભાઇ કોંકણી, તાલુકા શિક્ષણાધિકારી દિગ્વિજયસિંહ રાણાએ શાળા પ્રવેશ કરાવ્યો હતો.
પ્રાથમિક કુમાર અને કન્યા શાળા ના બાળકો દ્વારા શરૂઆતમાં સુંદર સંગીત ના વાદ્ય સાથે પ્રાર્થના કરવામાં આવી હતી. જેના દ્વારા સુંદર વાતાવરણ ઊભું થયું હતું. જેના દ્વારા શાળા પ્રવેશોત્સવ કરાવવા આવેલ અધિકારી સહિત આગેવાનો, વાલીઓ પણ પ્રભાવિત થયા હતા અને શાળાના તેમજ શિક્ષકોના વખાણ કર્યા હતા.
નેત્રંગ મામલતદાર રીતેશભાઇ કોંકણી અને તાલુકા શિક્ષણાધિકારી દિગ્વિજયસિંહ દ્વારા બાળકો ને શિક્ષણ બાબતે માર્ગદર્શન આપ્યું હતું. અને શાળામાં અનેક ક્ષેત્રે સિદ્ધિઓ મેળવનાર વિદ્યાર્થીઓનું વિશેષ સન્માન કરવામાં આવ્યું હતુ. તેમજ શાળા પ્રવેશોત્સવ બાદ વાલીઓ તેમજ SMC સભ્યો સાથે વિશેષ ચર્ચાઓ કરી હતી. તેમજ શાળાના પ્રાંગણમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું. શાળામાં આવેલ પ્રયોગશાળા, સ્માર્ટ ક્લાસ રૂમ, લાઇબ્રેરીની મુલાકાત લીધી હતી.
આ પ્રસંગે ખાસ નેત્રંગ ગ્રામ પંચાયત સરપંચ, તલાટીકમ મંત્રી, જિલ્લા પંચાયત સભ્ય, SMC સભ્યો, શાળાના આચાર્ય, શાળાના શિક્ષકો, તેમજ વિદ્યાર્થીઓના વાલીઓ ઉપસ્થિત રહ્યા હતા.



