SABARKANTHA

સરકાર ઉંધ માં અને અધિકારીઓ મોજમાં

સરકાર ઉંધ માં અને અધિકારીઓ મોજમાં છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતમાં અનેક અધિકારીઓની બદલીઓ કરવામાં આવી હોવાનું જોવા મળી રહ્યું છે, પરંતુ આજે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્પર્ધા અને ઓલિમ્પિક કક્ષાના ખેલાડીઓને તૈયાર કરવાની વાત કરે છે ગુજરાત ની વસ્તીથી ઓછી વસ્તી ધરાવતો દેશ પણ ઓલમ્પિકમાં ગુજરાતી વધારે મેડલ લાવે છે પણ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ના ઉચ્ચ અધિકારીઓનું ઢીંગો મારવાનું કામ ક્યારે બંધ થશે એ ચર્ચાનો વિષય છે. તાજેતરમાં સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વારા જે સુવિધાઓ પુરી પાડવામાં આવે છે તે સરકાર દ્વારા પૂરતા પ્રમાણમાં ખેલાડીઓ સુધી પહોંચે છે કે કેમ તે ચર્ચાનો વિષય બને રહ્યો છે ગ્રાસરૂટ લેવલેથી ખેલાડીઓને તૈયાર કરવાની વાત સરકારના આવા અધિકારીઓ કરે છે પણ ખાલી ખુરશી પર બેસીને જિલ્લાનું એડમિનિસ્ટ્રેશન કરીને ખિલાડી ઓ કેવી રીતે તૈયાર થશે..? સરકાર દ્વારા તેમને જરૂરી સુવિધા આપવામાં આવે શે કે નથી તેનું શું અને તે સુવિધા તેમના સુધી પહોંચે છે કે કેમ? સરકાર દ્વારા નિયુક્ત કરાયેલા જિલ્લા રમત વિકાસ અધિકારી ને તેમના જિલ્લાનું મોનિટરિંગ કરવાની જવાબદારી સોંપવામાં આવી છે, પરંતુ આ તમામ કોચ ગુજરાતની જિલ્લા કક્ષા સ્પોર્ટ સ્કૂલ યોજનામાં મોનિટરિંગ કરવામાં નિષ્ફળ સાબિત થાય છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતની 40 જેટલી સ્કૂલો સાથે ડિસ્ટ્રિક્ટ સ્પોર્ટ્સ સ્કૂલ માટે એમઓયુ પર હસ્તાક્ષર કરેલ છે.2014 થી, આ યોજના ગુજરાતમાં અમલમાં છે આ યોજનામાં દરરોજ ₹ 180 નું ભોજન અને ₹ 30 નો ડ્રાય ફ્રૂટ્સ ખેલાડીઓને ન્યુટ્રીશનના ભાગરૂપે આપવામાં આવે છે પણ જે શાળાઓમાં છેલ્લા ઘણા મહિનાથી ડ્રાયફ્રુટ અને સ્ટાય ફંડ ખેલાડીઓનો મળેલ નથી તેનું શું..? ખિલાડી ને ન્યુટ્રેશન ની જરૂરિયાત ટ્રેનિંગ પછી દરરોજ એના શારીરિક ખોરાક માટે જરૂરી હોય છે પણ ક્વોલિટી ફૂડ ન આપવાની રજૂઆત ઘણીવાર ખેલાડીઓ અને તેમના વાલીઓ દ્વારા થયેલ છે ખેલાડીને ઉચ્ચ ગુણવત્તાના સ્વરૂપમાં આ લાભ મળે છે કે કેમ તે અંગે કોણ પૂછશે? ખેલાડીઓને કઈ કંપનીનો લોટ, કઈ કંપનીની દાળ અને કયું ઉચ્ચ ગુણવત્તાનું તેલ મા તૈયાર કરેલ ભોજન આપવામાં આવે છે અને તેની ચકાસણી કોણ કરશે. ગુજરાતના ખેલાડીઓ હલકી ગુણવત્તાનો ખોરાક મળશે તો આ ખેલાડીઓ માટે ઓલિમ્પિકની તૈયારી કેવી રીતે શક્ય છે તે ખેલાડીઓ માટે ટ્રેનિંગની સાથે સાથે ડાયટનો સૌથી મોટો પ્રશ્ન છે, પરંતુ ફૂડ કોન્ટ્રાક્ટર સરકાર પાસેથી લાખો રૂપિયાની વસૂલાત કરી રહ્યા છે. આહારનું નામ પર ખેલાડીઓને ગુણવત્તાયુક્ત ખોરાક આપવામાં આવતો નથી અને ફૂડ કોન્ટ્રાક્ટરોએ ફૂડ એન્ડ સેફ્ટી બ્યુરો પાસેથી પરવાનગી લીધી છે કે નહીં તે પણ ચર્ચાનો વિષય છે આ પછી અનેક જિલ્લા કક્ષાની રમતગમતની શાળાઓમાં છેલ્લા ઘણા સમયથી ખેલાડીઓને સ્પોર્ટ્સ કીટ પણ આપવામાં આવેલ નથી. અમુક જિલ્લા કક્ષા શાળાઓમાં તો શાળાના ગડવેશ બુટ અને સ્કુલ બેગ પણ મળેલનથી અને ખેલાડીઓને સાધનો પણ પૂરા પાડવામાં અસમર્થ છે. થોડા દિવસો પહેલા સેન્ટર ઓફ એક્સેલન્સ અંગે પણ મીડિયામાં સવાલો ઉઠ્યા હતા, ત્યારે જ સરકારમાં સૂતેલા અધિકારીઓ જાગી ગયા હતા અને તાજેતરમાં જ સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ચીફ કોચ ઊંઘમાંથી જાગીને સેન્ટર ઓફ એક્સેલન્સ યોજના માટે ૩૧/૦૮/૨૦૨૪ તારીખે પરિપત્ર મોકલવામાં આવ્યો છે જેમાં સેન્ટર ઓફ એક્સેલન્સની બિન-નિવાસી યોજનામાં ફક્ત 17 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓની પસંદગી કરવાની છે, પણ છેલ્લા કેટલાક વર્ષોથી સિનિયર ખેલાડીઓ પણ આ સ્કીમમાં સિલેક્ટ થયેલ છે અને હજારો ખેલાડીઓને આ સ્કીમનો લાભ આપવામાં આવ્યો છે જે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ અધિકારી અને વર્તમાન મુખ્ય કોચ એલ.પી.બારિયા પર પ્રશ્નાર્થ ચિહ્ન. છે અને ગુજરાતના ખેલાડીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે, રમત ગમત, યુવા અને સાંસ્કૃતિક વલણ વિભાગ દ્વારા 5.12 2015 ના રોજ એક ઠરાવ બહાર પાડવામાં આવ્યો હતો જેમાં સેન્ટર ઓફ એક્સેલન્સ બિન-નિવાસી યોજનાના તમામ નિયમો સમજાવવામાં આવ્યા હતા, પરંતુ તે પછી ઘણા વર્ષોથી સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના મુખ્ય કોચ એલ.પી.બારિયા એ તમામ કોચને 17 વર્ષથી નીચેના ખેલાડીઓને લેવા માટે જાણ કરી છે ત્યારે મુખ્ય કોચ પર સવાલ ઉઠે છે કે શું સરકારના ઉચ્ચ અધિકારીઓ આટલા વર્ષોથી ઊંઘતા હતા કે આટલા વર્ષો પછી પણ 17 વર્ષથી ઓછી ઉંમરના ખેલાડીઓને જ લેવા અને ઓલિમ્પિકની તૈયારી કરી રહેલા સિનિયર ખેલાડીઓને આ યોજનાના લાભોથી કેમ વંચિત રાખવાની માહિતી આપવામાં આવી હતી તેવો સવાલ ગુજરાતના ખેલાડીઓ દ્વારા ઉઠાવવામાં આવી રહ્યો છે તે ચર્ચાનો વિષય બન્યો છે. જિલ્લા કક્ષાની રમતગમત શાળા ની યોજના માં ચાલતા તમામ જિલ્લાઓમાં ખેલાડીઓને અનેક પ્રશ્નો હોય છે, પરંતુ તેના નિરાકરણ માટે સ્પોર્ટસ ઓથોરીટી ઓફ ગુજરાત દ્વારા નિયુક્ત કરાયેલા ઈન્ચાર્જ જિલ્લા રમત વિકાસ અધિકારી પણ બિનઅસરકારક સાબિત થઈ રહ્યા છે તેની ચર્ચા થઈ રહી છે સરકારમાં કેટલાક સમયથી નિયમ મુજબ જિલ્લા રમત વિકાસ અધિકારીની પોસ્ટ પર કોચ ને બેસાડવાની વાત ચાલે છે પણ અમુક અધિકારીઓ પોતાના માણસોને સેટ કરવા માટે મેરીટ મુજબ ની યાદી બહાર પાડવા નથી દેતા એના પાછળ તેમનો શું હેતુ છે ગુજરાતના રમત ગમત મંત્રી દ્વારા ઘણીવાર સ્પોર્ટ્સ ઓથોરિટી ગુજરાતના ડાયરેક્ટર જનરલ ને મેરીટ મુજબની યાદી બનાવવા માટે લીધેલ છે પણ આજ દિન સુધી ગુજરાતના સેક્રેટરી અને ડાયરેક્ટર જનરલ આ યાદી બનાવવામાં અસમર્થ છે સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઉચ્ચ અધિકારીઓ જો જન કલ્યાણ માટે કામ કરશે તો જ ગુજરાત આંતરરાષ્ટ્રીય સ્તરે તેની ઓળખ બનાવી શકશે જો સરકાર જથ્થાને બદલે ગુણવત્તા પર ધ્યાન આપે તો ભવિષ્યમાં ગુજરાતમાંથી સારા ખેલાડીઓ ગુજરાતને ગૌરવ અપાવી શકશે. અધિકારીઓને જાગૃત કરવામાં તેઓ સમયાંતરે જે પ્રશંસનીય કામગીરી કરી રહ્યા છે તે બદલ ગુજરાતના તમામ જિલ્લા મડિયાનો ખુબ ખુબ આભાર.

Back to top button
error: Content is protected !!