શ્રી ગણેશ યુવક સેવા મંડળ આયોજિત ૩૨ માં ગણપતિ મહોત્સવ સપ્તેશ્વર ખાતે દાદા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું

અહેવાલ:- પ્રતિક ભોઈ
શ્રી ગણેશ યુવક સેવા મંડળ આયોજિત ૩૨ માં ગણપતિ મહોત્સવ સપ્તેશ્વર ખાતે દાદા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું
———————————————————
શ્રી સિધ્ધિ વિનાયક મંદિર હરિઓમ સોસાયટી મહાવીનગર હિંમતનગર ખાતે શ્રી ગણેશ યુવક સેવા મંડળ દ્વારા આયોજિત ૩૨ માં ગણપતિ મહોત્સવ નિમિત્તે સાત દિવસ દરમિયાન ભજન, ડાયરો, હાસ્ય દરબાર, નાટક સ્પર્ધા, ડાન્સ પ્રતિભા શોધ , ગરબા વેશભૂષા તથા સમૂહ મહાઆરતી જેવા કાર્યક્રમો યોજવામાં આવ્યા તથા સ્વદેશી અપનાવો , પર્યાવરણ બચાવો તથા સંરક્ષણ, સ્વચ્છ ભારત સ્વસ્થ ભારત અભિયાન અંતર્ગત શપથ લેવડાવામાં આવ્યા હતા જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી હતી અને દાદા ના દર્શન કરી ધન્યતા અનુભવી હતી સાતમા દિવસે વિસર્જન શોભાયાત્રા માં મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા તેમજ દાદા ની પૂજા અર્ચના કરી સપ્તેશ્વર મહાદેવ મંદિર સાબરમતી નદી માં દાદા ની મૂર્તિ નું વિસર્જન કરવામાં આવ્યું હતું. આ ભવ્ય ગણેશ મહોત્સવ માં મંડળ ના પ્રમુખ શ્રી બ્રિજેશભાઇ પટેલ, મંત્રી શ્રી નીતિનભાઈ પરમાર, હિતેશભાઈ પટેલ, બાબુભાઈ, રાજુભાઇ, નૈતિકભાઇ, કીશનભાઇ, દક્ષભાઇ, જનકભાઇ, હિરેનભાઇ, વિકાસ મહારાજ, પ્રિંયકભાઇ, લક્ષ્મીનારાયણ ભાઇ, રાધેય, ભવાનસિંહ, ધ્રુવ, રુશી, મુકેશ, હિતેશકુમાર, કેયુર, મલહાર વગેરે મંડળ ના સભ્યો દ્વારા ભારે ઉત્સાહ સાથે ઉજવણી કરી કાર્યક્રમ સંપન્ન કરવામાં આવેલ હતો.


