HIMATNAGARSABARKANTHA

સાબરકાંઠા જિલ્લાના પ્રાકૃતિક ખેડૂત ભાઇ બહેનોનો પ્રેરણા પ્રવાસ યોજાયો

સાબરકાંઠા જિલ્લાના પોશીના, ખેડબ્રહ્મા, વડાલી, પ્રાંતિજ અને વિજયનગર તાલુકામાં ગુજરાત પ્રાકૃતિક કૃષિ વિકાસ બોર્ડ યોજના અંતર્ગત  વિસ્તરણ કાર્યકરોનો જીલ્લા અંદરનો પ્રેરણા પ્રવાસ યોજાયો હતો.
આ પ્રવાસમાં જિલ્લા અંદરના મોડલ ફાર્મ અને BRC યુનિટની મુલાકાત કરાવી તેમને પ્રાકૃતિક કૃષિ અંગેની માહિતી અને તેના ફાયદા જણાવવામાં આવ્યુ હતું. નટરાજપૂરમ શીશવલા પ્રાકૃતિક ફાર્મની મુલાકાત દરમિયાન વિવિધ શાકભાજી તેમજ વિવિધ બાગાયતી પાકોની માહિતી તેમજ જીવામૃત, ઘનજીવામૃત, આચ્છાદન જેવા વિવિધ અસ્ત્રોની માહિતી આપવામા આવી હતી.
મુલાકાત થકી ખેડૂત ભાઇ બહેનોને  જાણવા મળ્યુ કે મહેનત અને યોગ્ય માર્ગદર્શનથી માત્ર ટકાઉ નહીં પણ એક સફળ અને નફાકારક ખેતી કરી શકાય છે.
મેહુલ પટેલ
હિમ્મતનગર

Back to top button
error: Content is protected !!