SABARKANTHA

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર તાલુકા ની પત્રકાર એક્તા પરિષદ ની મિટિંગ આજે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ…

સાબરકાંઠા જિલ્લા ના હિંમતનગર તાલુકા ની પત્રકાર એક્તા પરિષદ ની મિટિંગ આજે હિંમતનગર સર્કિટ હાઉસ ખાતે યોજાઈ ગઈ…

યુવા પત્રકાર શ્રી સત્યમ એ ભાટ હિંમતનગર તાલુકા પ્રમુખ તરીકે સર્વાનુમતે બીન હરીફ જાહેર કર્યા..

આજે હિંમતનગર તાલુકા ની મિટિંગ મળી,સ્થાનિક પત્રકારો, પ્રદેશ મહામંત્રી કિરણભાઈ મલેશિયા અને ઝોન પ્રભારી મનોજ રાવલ હોદ્દેદારો ની હાજરીમાં તેમજ કાર્યકારી જિલ્લા પ્રમુખ મેહુલ પટેલ ના નેતૃત્વમાં મિટિંગ નું આયોજન કરવામાં આવતા, હિંમતનગર ના વરિષ્ઠ પત્રકારો ની મોટી સંખ્યાની હાજરીમાં આજે સંગઠન ના નવીનીકરણ ની દરખાસ્ત કરતા સર્વાનુમતે યુવા પત્રકાર એવા શ્રી સત્યમ ભાટ ને બીન હરીફ બહુમતીએ હિંમતનગર પ્રમુખ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા..

ઉપસ્થિત સ્થાનિક પત્રકારો એમના તાલુકાના સુકાની નક્કી કરી શકે એ હેતુથી દરેક તાલુકામાં મીટીંગો કરવા સૂચનાઓ આપેલ પ્રદેશ ની સૂચના નું ત્રણ ત્રણ વાર રીપિટ કરવા છતાં અગાઉ ન થતાં,આખરે ચુંટણી જાહેર કરી હતી. “પત્રકાર એકતા પરિષદ” ની બેઠક ચુંટણી ની હોવા છતાં બીન હરીફ કારોબારી બનતા એકતા નો સાચો સંદેશ આપ્યો હતો..

સંગઠન કે શિસ્ત જેવું કાઈ નો હોય એને પત્રકાર કેમ કહેવા,પણ હિંમતનગર મિટિંગ દ્વારા એકતા શબ્દ ને સાર્થક કરી બતાવ્યો હતો.આ સંગઠન કોઈ ની ટીકા ટિપ્પણી માં નથી માનતું,જેના જેવા વિચારો એવી વાત કરવાનો સૌને અધિકાર છે,પણ જિલ્લા અધિવેશન નક્કી કરશે સાચું સંગઠન

મનમાની ચલાવનારા ને આ સંગઠન માં ક્યારેય સ્થાન નથી,શિસ્ત ને વરેલું આ સંગઠન શિસ્ત બાબત માં બાંધછોડ ક્યારેય કરતું નથી.નબળા પત્રકારો ને વિદાઈ અડોવાથી સારા લોકો નો વિશ્વાસ વધે છે,એટલે સંગઠન દિન બ દિન પ્રગતિ કરી રહ્યું છે.તોડ તાડ કે ઉઘરાણા વાળા ને આ સંગઠન માં કોઈ સ્થાન નથી..

નાના મોટા અન્ય સંગઠનો પણ આ સંગઠન માં મર્જ થઈ રહ્યા છે,ત્યારે વાત વાત માં રોડે ચડતા,બેફામ વાણી વિકાસ કરતા ને સંગઠન ને છાજે નહિ એવું વર્તન કરનારા ને આ સંગઠન ક્યારેય ઝૂક્યું નથી.બુરાઈ ને બાદ કરી શકો નહિ તો સારા દૂર રહેવાના,એટલે આ સંગઠન નિયમાનુસાર ચુંટણી આપી સ્થાનિક પત્રકારો ને પોતાનો પ્રમુખ નક્કી કરવાની તક આપે છે,એટલે પત્રકાર ને જોડવા ને બદલે તોડવાનું કામ કરનારા ને ચુંટણી ની વાત આવે એટલે રોડે ચડવું પડે છે..

આજે હિંમતનગર બેઠક માં બનેલી કારોબારી માં બીન હરીફ વરણી ને આવકારી સૌને અભિનંદન પાઠવે છે,નવ નિયુક્ત તાલુકા પ્રમુખ એવા યુવા પત્રકાર શ્રી સત્યમ ભાટ ને ખૂબ ખુબ શુભેચ્છા પાઠવે છે..

સાબરકાંઠા જીલ્લા માં થી સૌથી નાનો યુવા પ્રમુખ અને સૌથી જ્યેષ્ઠ પ્રમુખ આપી સાબિત કર્યું છે કે જેને સંગઠન માં કામ જ કરવું છે તેને કોઈ ઉંમર નડતી નથી અને તેનો સ્વીકાર પણ થતો હોય છે..

આજે સત્યમ ભાટ નો જન્મ દિવસ પણ છે. જન્મ દિવસ ની ખૂબ ખુબ શુભેચ્છાઓ.

Back to top button
error: Content is protected !!