HIMATNAGARSABARKANTHA

*સાબરકાંઠાની દીકરીઓ માટે આનંદની ક્ષણ…*

અહેવાલ:- પ્રતિક ભોઈ

*સાબરકાંઠાની દીકરીઓ માટે આનંદની ક્ષણ…*

સ્પોર્ટ ઓથોરિટી ઓફ ગુજરાત દ્વાર સ્પોર્ટ કોમ્પ્લેક્સ, હિંમતનગર ખાતે દીકરીઓ માટેની ફેન્સીંગ(તલવારબાજી)ની તાલીમ માટેની એકેડેમી મંજૂરી મળી છે. ઉલ્લેખનીય છે કે ફેન્સિંગ (તલવારબાજી) રમતની (દીકરીઓ માટેની) એકેડમી સમગ્ર ગુજરાતમાં માત્ર હિંમતનગર (સાબરકાંઠા) ને પ્રાપ્ત થઈ છે. આ અંગે આ વિભાગના હિંમતનગર સ્થિત કોચ શ્રી અનિલકુમાર ખત્રીની વારંવારની રજૂઆત ને ધ્યાનમાં લઈ જીલ્લા ભાજપ પ્રમુખ શ્રી કનુભાઈ પટેલ, સાંસદ બેન શ્રી શોભનાબેન બારૈયા, હિંમતનગર વિ. ધારાસભ્ય શ્રી વિ.ડી.ઝાલા તેમજ શામળાજી મંદિર ના ટ્રસ્ટી શ્રી સિદ્ધાર્થભાઇ પટેલના અવિરત પ્રયાસોથી અકલ્પનીય સફળતા પ્રાપ્ત થઈ છે, જે બદલ ગુજરાત સરકાર સહિત સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. ઉલ્લેખનીય છે કે આ રમતની ટ્રેનિંગ ગુજરાત રાજ્ય રમતગમત વિભાગ ધ્વારા બિલકુલ મફત આપવામાં આવે છે. જેમાં મફત રહેવા, જમવા, ભણવા અને સાધનો સહિતની ટ્રેનિંગ નો સમાવેશ થાય છે. જેમાં કોચ શ્રી અનિલકુમાર ખત્રીની તાલીમ હેઠળ રાષ્ટ્રીય – આંતરરાષ્ટ્રીય લેવલ સુધીની મેડલ પ્રાપ્તિ કરનાર રમતવીરો હિંમતનગરને પ્રાપ્ત થયા છે.
જેમાં ભક્તિ પટેલ, જલ્પ પ્રજાપતિ, કરણ ભાટ, સુનિલ ભાટ, પ્રતિક ભાટ, આર્યન પંડ્યા એ વિશેષ સિદ્ધિઓ પ્રાપ્ત કરેલ છે.

Back to top button
error: Content is protected !!