HIMATNAGARSABARKANTHA
સાબરકાંઠા થી શરૂ થયેલું ભાવી શિક્ષકોનું આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે..

અહેવાલ:- પ્રતિક ભોઈ
સાબરકાંઠા થી શરૂ થયેલું ભાવી શિક્ષકોનું આંદોલન ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે મોટું સ્વરૂપ ધારણ કરી રહ્યું છે..
શિક્ષક દિવસે પણ ભાવિ શિક્ષકો એ વિરોધ પ્રદર્શન કર્યું..
ગાંધીનગર સત્યાગ્રહ છાવણી ખાતે બહિષ્કૃત શિક્ષણ સંઘના પ્રમુખ ધીરજ લેઉઆ કાંકણોલ સાથે બોટાદ ધારાસભ્ય ઉમેશ મકવાણા અને વિવિધ જિલ્લાના ભાવિ શિક્ષકો દ્વારા સરકારી શાળામાં ચિત્ર ,વ્યાયામ ,સંગીત, કોમ્પ્યુટર અને ગ્રંથપાલ સાથે શિક્ષકો ની ઘટ ને લઈને ભરતી માટે ધરણા પર બેસી શિક્ષક દિવસ ની ઉજવણી સાથે સરકારને જગાડવા માટે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું…
ધીરજ લેઉઆ દ્વારા નવી શિક્ષણનીતિ અનુસાર શિક્ષકોની ઘટ નિવારણ સાથે મૂલ્ય આધારિત શિક્ષણ નીતિ સહિત બાળકોના કૂણા મનોવલણને યોગ્ય દિશામાં વાળવા પ્રોજેક્ટ જ્ઞાન અભિગમ ની પ્રસ્તુતિ કરવામાં આવી..


