HIMATNAGARPRANTIJSABARKANTHATALOD

તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા તલોદ તાલુકાના મામલતદાર કચેરીએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

અહેવાલ:- પ્રતિક ભોઈ

તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા તલોદ તાલુકાના મામલતદાર કચેરીએ રેલી કાઢી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને પ્રાસંગિક પ્રવચન માં પ્રમુખ શ્રી એ જણાવ્યું હતું કે ખાતર ના ભાવ માં કમ્મર તોડ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં નહીં આવે તો કિસાન સંઘ દ્વારા જીલ્લા કલેકટર કચેરીએ રેલી કાઢી આવેદનપત્ર આપવામાં આવશે અને તેમ છતાં આ ભાવ વધારો પાછો ખેંચી લેવામાં નહીં આવે તો રસ્તા રોકો આંદોલન કરવાની ફરજ પડે તેમ છે અને તેમ છતાં આ ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં નહીં આવે તો ગાંધીનગર ખાતે ધરણાં યોજી શક્તિ પ્રદર્શન કરવામાં આવશે
સાબરકાંઠા જિલ્લાના ભારતીય કિસાન સંઘના મહામંત્રી શ્રી એ તેમના ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ખાતર ના ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં નહીં આવે તો કિસાન સંઘ ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરશે અને ભાવ વધારો પાછો ખેંચી લેવામાં નહીં આવે ત્યાં સુધી કિસાન સંઘ દ્વારા તાલુકા, જીલ્લા અને રાજ્ય લેવલે વિવિધ પ્રકારના કયૅકમો આપીને ન્યાય મેળવવા માટે જરૂર પડે ત્યારે આંદોલન કરવાની ફરજ પડે તેમ છે તો
તાલુકાના સહ મંત્રી શ્રી એ તેમના ઉદબોધન કરતા જણાવ્યું હતું કે ખાતર ના ભાવ વધારો તાત્કાલિક અસરથી પાછો ખેંચી લેવામાં નહીં આવે તો કિસાન સંઘના કાયૅકતાઓ દ્વારા જાહેર કરવામાં આવે તેવી રીતે કિસાન સંઘ ની રીતી નીતિ મુજબ આવનારા દિવસોમાં આ ભાવ વધારા વચ્ચે યુવાન મિત્રો સાથે રાખી આગળ ની ગતિ વીધી નક્કી કરવામાં આવશે
અંતે તલોદ તાલુકાના ભારતીય કિસાન સંઘ સમિતિના હોદ્દેદારો દ્વારા તલોદ મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું

Back to top button
error: Content is protected !!