*માતૃત્વની મમતા સાથે તંત્રની સંવેદના— જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા(IAS)ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠામાં લાલન-પાલન પ્રોજેક્ટ થકી માતૃત્વની કાળજી બની પ્રશાસનની પ્રાથમિકતા”
*માતૃત્વની મમતા સાથે તંત્રની સંવેદના— જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા(IAS)ના માર્ગદર્શન હેઠળ સાબરકાંઠામાં લાલન-પાલન પ્રોજેક્ટ થકી માતૃત્વની કાળજી બની પ્રશાસનની પ્રાથમિકતા”*
***
*સગર્ભા માતાની સંભાળમાં સાબરકાંઠાનું અનોખું યોગદાન — લાલન-પાલન પ્રોજેક્ટ બન્યો માનવતાભર્યો અભિગમ”*
***
*લાલન-પાલન પ્રોજેક્ટ થકી જિલ્લામાં છેલ્લા 11 મહિનામાં 13037 કીટનું વિતરણ કરાયું*
***
*માતા અને બાળ આરોગ્ય તરફનું સંવેદનશીલ પગલું, ટીમ હેલ્થ સાબરકાંઠાનો પ્રશંસનીય પ્રયત્ન*
****
બાળ મરણ અટકાવવું અને સ્વસ્થ માતૃત્વ સ્થાપિત કરવું — આ માત્ર આંકડાઓનો વિષય નથી, પરંતુ માનવતાનો પરિચય છે. સાબરકાંઠા જિલ્લામાં આ ભાવના ‘લાલન-પાલન પ્રોજેક્ટ’ રૂપે માતૃત્વની સંભાર લઈ રહી છે.
સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. રાજ સુતરીયાના માર્ગદર્શન હેઠળ નવેમ્બર 2024 થી શરૂ થયેલ આ પ્રોજેક્ટે સગર્ભા માતાઓના આરોગ્ય જીવનમાં સુધાર લાવ્યું છે.
“સ્વસ્થ માતા, સ્વસ્થ બાળક એટલે સ્વસ્થ સમાજ” ના સંદેશ સાથે જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા પોતાના દૈનિક વહીવટી કામની વ્યસ્તતા વચ્ચે પણ માતાઓના આરોગ્ય માટે ચિંતિત રહીને લાલન-પાલન પ્રોજેક્ટનું સતત ફોલોઅપ લઇ જરૂરી માર્ગદર્શન આપી રહ્યા છે.વહીવટી કામકાજની સાથે મહિલાઓના આરોગ્યની ચિંતા અને તેમની તંદુરસ્તી માટેની નિષ્ઠા તેમને એક સંવેદનશીલ પ્રશાસક તરીકે અલગ ઓળખ આપે છે.
આ પ્રોજેક્ટનો મુખ્ય હેતુ એ છે કે પ્રત્યેક સગર્ભા માતા સ્વસ્થ રહે અને તંદુરસ્ત બાળકનો જન્મ થાય. ટીમ હેલ્થ સાબરકાંઠા દ્વારા ઓછા વજનની સગર્ભા માતાઓને ઘરે જઈને અઠવાડિયાના નિયત આહારની સાથે પોષણ કિટ આપવામાં આવે છે, જેથી સગર્ભાવસ્થાના જોખમોમાં ઘટાડો થાય.
માતાઓને તેમના રોજિંદા ખોરાકની પસંદગી, પોષણયુક્ત આહારની રીતો અને આરોગ્ય સંબંધિત માર્ગદર્શન માટે નિષ્ણાત ડાયેટીશિયન દ્વારા સતત કાઉન્સેલિંગ આપવામાં આવે છે. નવેમ્બર 2024 થી શરુ થયેલા લાલન-પાલન પ્રોજેક્ટ થકી આજદિન સુધીમાં જિલ્લાની 2000થી વધુ સગર્ભા માતાઓને વ્યક્તિગત કાઉન્સેલિંગ મળી ચૂકી છે.
હાલમાં ચાલી રહેલા પોષણ પખવાડિયા તથા વિકાસ સપ્તાહના અવસરે જિલ્લાનું લાલન-પાલન પ્રોજેક્ટ તંત્રની સંવેદનશીલતા અને માતૃત્વ પ્રત્યેની પ્રતિબદ્ધતાનું જીવંત ઉદાહરણ બની રહ્યું છે.”
ટીમ હેલ્થ સાબરકાંઠા દ્વારા સગર્ભા માતાઓને ઘર સુધી પહોંચીને અઠવાડિયાના નિયત આહારની સાથે પોષણ કિટ આપવામાં આવે છે.આ પોષણ કીટમાં ચણા,ખજૂર,આયર્ન સીરપ અને પ્રોટીન પાવડર આપવામાં આવે છે.અત્યાર સુધીમાં 13,037 પોષણ કિટનું વિતરણ કરવામાં આવ્યું છે, જ્યારે 2,000થી વધુ ઓછા વજન ધરાવતી સગર્ભા માતાઓને ડાયેટીશિયન દ્વારા કાઉન્સેલિંગ આપવામાં આવ્યું છે.
આ દરેક કિટ માત્ર ખોરાક નથી — તે એક આશા છે, જે માતાના જીવનમાં તંદુરસ્તીનું બીજ વાવે છે.
ઓમ એકઝીમ કોર્પોરેશન, ઉંઝા તથા જિલ્લા આરોગ્ય વિભાગના સહયોગથી ચાલતો આ પ્રોજેક્ટએ વિકાસ સાથે સંવેદના જોડવાનો ઉત્તમ ઉદાહરણ બની રહ્યું છે.
જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરાની માનવતાભરી દૃષ્ટિએ તંત્રની કાર્યશક્તિ સાથે કરુણાશક્તિ પણ જીવંત બનાવી છે.‘લાલન-પાલન’ હવે માત્ર યોજના નથી, તે માતા અને બાળકના જીવનમાં ખુશહાલીના વચન સાથે માતાના આરોગ્યની દિશામા માનવતાભર્યો અભિગમ છે.
જયંતિ પરમાર સાબરકાંઠા