ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા નો અભ્યાસ વર્ગ યોજાયો.

અહેવાલ :- પ્રતિક ભોઈ
ભારતીય કિસાન સંઘ ખેડબ્રહ્મા તાલુકા નો અભ્યાસ વર્ગ યોજાયો. . ભારતી કિસાન સંઘ ગુજરાત પ્રદેશની યોજના અનુસાર દરેક જિલ્લાના અભ્યાસ વર્ગ બાદ દરેક તાલુકાઓમાં અભ્યાસ વર્ગનો દોર ચાલુ છે જે નિમિત્તે સાબરકાંઠા જિલ્લામાં આજે ખેડબ્રહ્મા તાલુકા નો અભ્યાસ વર્ગ કિસાન જિન શ્યામનગર ખાતે રાષ્ટ્રીય મંત્રીશ્રી બાબુભાઈ કે પટેલના અધ્યક્ષતાએ યોજાયો. .. . .. ભારતીય કિસાન સંઘ દ્વારા વિવિધ કિસાનલક્ષી કાર્યક્રમ ઓ અવારનવાર થતા રહે છે જેમાં રાષ્ટ્રીય હિત સાથે કાર્યકર્તાઓનું ઘડતર માટેનો અભ્યાસ વર્ગ ખેડબ્રહ્મા તાલુકાના શ્યામ નગર ખાતે 36 ગામના 100 ઉપરાંત કિસાન કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા અને આજના પ્રસંગે રાષ્ટ્રીય મંત્રી બાબુભાઈ પટેલે ભારતીય કિસાન સંઘના કાર્યકર્તાઓના ઘડતર અને અત્યાર સુધીના ભારતીય કિસાન સંઘની રીતી નીતિ તેમજ સંગઠન થઈને થયેલ કામગીરીનો તમામ રિપોર્ટ આપેલ હતો. આજરોજ આ અભ્યાસ વર્ગમાં પ્રદેશ ઉપાધ્યક્ષ શામળભાઈ તેમજ પ્રદેશ પ્રચાર પ્રસાર પ્રમુખ અમૃતભાઈ જિલ્લા પ્રમુખ શ્રી ઇશ્વરભાઇ જિલ્લા કોસા અધ્યક્ષ શ્રી અમૃતભાઈ વડાલી તાલુકા પ્રમુખ મંત્રી વિજયનગર તાલુકા પૂર્વ પ્રમુખ અને પ્રમુખ મંત્રી તેમજ ખેડબ્રહ્મા તાલુકા તમામ કારોબારી સભ્યો અને મોટી સંખ્યામાં કિસાન કાર્યકર્તાઓ ઉપસ્થિત રહેલા હતા આજરોજ ભારતીય કિસાન સંઘ ના હોદ્દેદારો દ્વારા કિસાન જિનના શ્રી મનુભાઈ શ્રી દિનેશભાઈ શ્રી નટુભાઈ તેમજ તમામ પાર્ટનરોનું સન્માન કરવામાં આવેલ હતું સમગ્ર કાર્યક્રમનું સંચાલન પૂર્વ મંત્રી શ્રી દિનેશ પી પટેલે કરેલ હતું




