રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને કમાન્ડર જીપ ગાડી સાથે પકડી. કુલ કિં.રૂ.૧,૭૮,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા

અહેવાલ:- પ્રતિક ભોઈ
રાજસ્થાન રાજયમાંથી ગુજરાતમાં ભારતીય બનાવટના ઇંગ્લીશ દારૂની હેરાફેરી કરતા ઇસમોને કમાન્ડર જીપ ગાડી સાથે પકડી દારૂ/બીયર બોટલ/ટીન નંગ-૨૮૮ કિ.રૂ.૬૩,૯૮૪/-, મોબાઇલ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/-વિગેરે મળી કુલ કિં.રૂ.૧,૭૮,૯૮૪/- નો મુદ્દામાલ કબ્જે કરી પ્રોહિબિશનનો કેસ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ સાબરકાંઠા
નાયબ પોલીસ મહાનિરીક્ષકશ્રી વિરેન્દ્રસિંહ યાદવ સાહેબ ગાંધીનગર વિભાગ ગાંધીનગર તથા I/Cપોલીસ અધિક્ષક શ્રી સ્મિત ગોહીલ સાહેબ, સાબરકાંઠા નાઓએ રાજસ્થાન બોર્ડરથી સાબરકાંઠા જીલ્લામાં થઇ દારૂની ગેરકાયદેસર હેરાફેરી કરતા ઇસમોની પ્રવૃતિ અટકાવી નેસ્તનાબૂદ કરવા અસરકારક કામગીરી કરવા કરેલ સુચના આધારે શ્રી એસ.એન.કરંગીયા, પો.ઇન્સ. એલ.સી.બી. નાઓના સતત માર્ગદર્શન અને સુચના આધારે શ્રી એસ.જે.ચાવડા, પો.સ.ઈ. એલ.સી.બી નાઓની રાહબરી હેઠળ આવા ગુન્હાઓ શોધી કાઢવા એલ.સી.બી. સ્ટાફના અ.હે.કો. ધવલકુમાર તથા અ.પો.કો. જ્ઞાનદીપસિંહ તથા અપો.કો. વિક્રમસિંહ, તથા અ.પો.કો.પ્રવિણસિંહ, તથા આ.હે.કો. પ્રકાશભાઈ તથા આ.પો.કો. અનિરૂધ્ધસિંહ તથા આ.પો.કો. દોલતભાઇ તથા ડ્રા.પો.કો. રમતુજી વિગેરે સ્ટાફના માણસોની ટીમ બનાવેલ.
ઉપરોકત ટીમના માણસો તા.૧૩/૦૬/૨૦૨પ નારોજ ખેરોજ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા તે દરમ્યાન ખેરોજ બુબડીયાના છાપરા ત્રણ રસ્તા ખાતે જતા આ.પો.કો અનિરૂધ્ધસિંહ તથા ડ્રા.પો.કો રમતુજી નાઓને સંયુક્ત રીતે ખાનગી બાતમીદારથી બાતમી મળેલ કે, “ એક નંબર વગરની કમાન્ડર જીપની પાછળની સીટમાં કેટલાક ઇસમો રાજસ્થાનથી ગેરકાયદેસર ભારતીય બનાવટનો વિદેશી દારૂ ભરી કોટડા, લાંબડીયા થઇ ખેરોજ તરફ આવે છે.” જે બાતમી હકીકત આધારે ખેરોજ બુબડીયાના છાપરા ત્રણ રસ્તા રોડ ઉપર નાકાબંધી કરેલ દરમ્યાન લાંબડીયા તરફથી બાતમી મુજબની એક નંબર વગરની કમાન્ડર જીપ આવતા સરકારી વાહનની આડાશ કરી રોડ બ્લોક કરી રોકી ચેક કરતા તેમાં ત્રણ ઇસમો હોઇ અને ગાડીમાં પાછળની સીટમાં અલગ અલગ બ્રાન્ડનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ/બિયરની પેટીઓ ભરેલ હોય જે ભારતીય બનાવટના વિદેશી દારૂ/બીયરની બોટલ/ટીન રાખવા અંગે પાસ પરમીટ માગતાં તે ન હોઇ ગાડીમાંથી મળી આવેલ વિદેશી દારૂ/બીયરની પેટી નંગ-૧૮ બોટલ નંગ-૨૮૮ કિ.રૂ.૬૩,૯૮૪/- તથા મોબાઇલ નંગ-૩ કિ.રૂ.૧૫,૦૦૦/- તથા નંબર વગરની મહીન્દ્રા કમાન્ડર જીપ કિ.રૂ.૧,૦૦,૦૦૦/- મળી કુલ
કિ.રૂ.૧,૭૮,૯૮૪/- નો મુદ્દામાલ મળી આવતાં તપાસ અર્થે કબ્જે કરી આરોપીઓ વિરૂધ્ધ પ્રાંતિજ પોલીસ સ્ટેશન પાર્ટ સી ગુ.ર.નં.૧૧૨૦૯૦૦૩૨૫૦૨૫૯/૨૦૨૫ ધી ગુજરાત પ્રોહિ એકટ ૨.૬૫એઇ. ૮૧,૮૩ મુજબનો પ્રોહીબીશનનો કેસ કરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી
(૧) રાકેશભાઇ સ/ઓ લક્ષ્મણભાઇ કાળુભાઇ ખોખરીયા ઉ.વ.૨૭ રહે.કોટડા ગઢી ખોખરીયા ફળો તા.કોટડા છાવણી, જી.ઉદેપુર રાજસ્થાન
(૨) કાળુભાઇ સ/ઓ જોગનાભાઇ ગલાભાઇ સોલંકી ઉ.વ.૩૪ રહે. કોટડા ગઢી ટેકરી ફળો તા.કોટડા છાવણી જી.ઉદેપુર, રાજસ્થાન
(૩) ગજેન્દ્રભાઇ સ/ઓ મીરાભાઇ હાંજાભાઇ ગમાર ઉ.વ.૧૯ રહે.કોટડા ગઢી ખજુરીયા ફળો તા.કોટડા છાવણી, જી.ઉદેપુર રાજસ્થાન
પકડવાના બાકી આરોપીઓ/વોન્ટેડ
(૪) ઉપેન્દ્ર મીણા રાજસ્થાન પાથરપાડી ઠેકાના સેલ્સમેન પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી.
(૫) કાન્તી ગમાર રહે.બુબડીયાના છાપરા તા.પોશીના જી.સા.કાં.પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી.
(૬) લલીતભાઇ રહે.બુબડીયાના છાપરા તા. પોશીના જી.સા.કાં. પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી.
(૭) જીતુભાઇ રહે.યાંગોદ તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા પુરૂ નામ સરનામું જણાઇ આવેલ નથી.
(૮) સરદાર રહે.હીંગટીયા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા પુરૂ નામ સરનામું જણાઇ આવેલ નથી.
(૯) દિનેશભાઇ રહે.હીંગટીયા તા.ખેડબ્રહ્મા જી.સાબરકાંઠા પુરૂ નામ સરનામુ જણાઇ આવેલ નથી.
(૧૦) ભરત ગમાર મુળ રહે.નવામોટા હાલ રહે,ખેરોજ પુલના છેડે તા.પોશીના જી.સાબરકાંઠા પુરૂ નામ સરનામું જણાઇ આવેલ નથી.


