SABARKANTHA

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પદયાત્રીઓની ટીમ પહોંચી

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વ પદયાત્રીઓની ટીમ પહોંચી
******
આ ટીમ સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો ફેલાવી રહ્યા છે.
*******

સાબરકાંઠા જિલ્લામાં વિશ્વશાંતિ પદયાત્રીઓની ટીમ પહોંચતા જિલ્લા કલેક્ટર શ્રી ડો. રતન કંવર ગઢવીચારણ દ્વારા આ ટીમના સભ્યોનું સ્વાગત સન્માન કરાયું હતું.
સરકાર દ્વારા ચલાવવામાં આવતા અભિયાન સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ બચાવો, બેટી બચાવો, બેટી પઢાઓ, પાણી બચાવો અને વૃક્ષારોપણનો સંદેશો લઈને ભારતના વિવિધ રાજ્યોમાંથી ૨૦ લોકોની ટીમ પગપાળા સાબરકાંઠા પહોંચી હતી.
આ ટીમ સાબરકાંઠાના હિંમતનગરની શાળાઓના વિદ્યાર્થીઓને તેમનો સંદેશો અસરકારક રીતે ફેલાવવા માટે જોડાયા હતા. આ ઉમદા હેતુમાં પુરા દિલથી સહકાર આપવા બદલ જિલ્લા વહીવટી તંત્રનો આભાર માન્યો હતો. આ યાત્રા અવધ બિહારી લાલ દ્વારા ડેન્જરસ એડવેન્ચર્સ એન્ડ વેડ નેજા હેઠળ યોજવામાં આવી છે. જે પગપાળા પ્રવાસ દ્વારા વિશ્વની સૌથી લાંબી સ્પોર્ટ ટુર કરી રહી છે. અત્યાર સુધીમાં આ ટીમ દ્વારા ૧૧ દેશોમાં ૪.૪૬ લાખ કિલોમીટરનું અંતર કાપવામાં આવ્યું છે. તેઓએ આ પગપાળા પ્રવાસ દરમિયાન ૧૪ કરોડ ૫૦ લાખ રોપાઓ વાવ્યા છે. હાલમાં જીતેન્દ્ર પ્રતાપ, મહેન્દ્ર પ્રતાપ અને ગોવિંદા નંદ તેમની ટીમ સાથે સાબરકાંઠા પહોંચ્યા છે. આ ટીમમાં 20 સભ્યો છે જેમણે ઉત્તરાખંડ, મધ્યપ્રદેશ, રાજસ્થાન અને ઉત્તરપ્રદેશ પૂર્ણ કર્યા પછી ગુજરાતમાં પહોંચી છે. બાળકો પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીને લોકોમાં અસરકારક રીતે સંદેશ ફેલાવવા શાળાઓ અને જાહેર સ્થળોએ કાર્યક્રમો કરી રહ્યા છે. સાથે લોકોને માર્ગ સલામતીના નિયમોનું પાલન કરવા અને વાહન ચલાવતી વખતે હેલ્મેટ પહેરવાની વિનંતી કરી પાંચ રોપાઓ વાવવાનો સંદેશ આપી રહ્યા છે.

આ ટીમના સભ્ય શ્રી જીતેન્દ્ર પ્રતાપે જણાવ્યું હતું કે, પગપાળા પ્રવાસની શરૂઆત ૩૦ જુલાઈ ૧૯૮૦ ના રોજ યુપીના લખીમપુર ખીરીથી શરૂ કરાઈ હતી. ત્યારથી તે સ્વચ્છતા હી સેવા, માર્ગ સલામતી, પર્યાવરણ સંરક્ષણ, બેટી બચાવો, બેટી પઢાવો, પાણી બચાવો, વૃક્ષો વાવો અને અન્ય સંદેશાઓ અસરકારક રીતે લોકોમાં ફેલાવી રહ્યા છે.

અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!