બોરુ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલક હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ પામેલ યુવાનનું સન્માન.

તારીખ ૧૯/૦૮/૨૦૨૫
સાજીદ વાઘેલા કાલોલ
આજરોજ કાલોલ તાલુકાના બોરુ ગામે આવેલ રિફાઇ પબ્લિક સ્કૂલના સંચાલકો દ્વારા ભારતીય થલ સેનામાં નિયુક્તિ પામેલ યુવાન રવેન્દ્રસિંહ નું ભવ્ય સ્વાગત યોજી ભેટ આપી સન્માન કરવામાં આવ્યું હતું. કાલોલ તાલુકાના બોરુ ગામની રિફાઇ પબ્લિક સ્કૂલના સંસ્થાપક હઝરત સૈયદ કમાલુદ્દીનબાબા રીફાઇના વંશજ અને રીફાઇ પબ્લિક સ્કૂલના સંચાલક હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ દ્વારા સ્થાનિક યુવાનોને સંરક્ષણ ક્ષેત્રમાં આગળ વધવા માટે નિ:શુલ્ક પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડની સુવિધા આપવામાં આવેલ છે. યુવાનો ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવા કરે અને ગામ તથા દેશનું નામ ઉજ્જવળ બનાવે તેવા આશયથી સંસ્થા દ્વારા કોઈપણ પ્રકારની ફી વગર યુવાનોને પ્રેક્ટિસ માટે ગ્રાઉન્ડની સુવિધા પૂરી પાડવામાં આવી છે. એટલું જ નહીં, એમના થકી મળેલી સુવિધાના ફળ સ્વરૂપ ચાર જેટલા સ્થાનિક યુવાનો ભારતીય સેનામાં પસંદગી પણ પામેલ છે. જે બદલ સંસ્થા અભિનંદનને પાત્ર છે. વળી, સંસ્થા દ્વારા યુવાનોને ગમે ત્યારે ગ્રાઉન્ડ ઉપયોગમાં લેવા માટે હઝરત સૈયદ નૈયરબાબા રીફાઇ દ્વારા સહકાર આપવાનું વચન પણ આપવામાં આવેલ છે. ખરેખર, આવી શિક્ષણ સંસ્થાઓ જ રાષ્ટ્ર નિમાર્ણ માટે પાયાનો પથ્થર સાબિત થશે એમાં કોઈ શંકા નથી.






