SABARKANTHA

જિલ્લાની સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સહિતની સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડૂતો સહિતના નાગરિકો એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરશે

*એક પેડ મા કે નામ અભિયાન*
…..
પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લામાં વૃક્ષારોપણનું આયોજન
….
જિલ્લાની સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સહિતની સંસ્થાઓ, સરકારી કચેરીઓ, ખેડૂતો સહિતના નાગરિકો એક પેડ માં કે નામ અંતર્ગત વૃક્ષારોપણ કરશે
….
એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના જન્મદિવસે સાબરકાંઠા જિલ્લામાં સામાજિક, શૈક્ષણિક, સેવાકીય સહિતની સંસ્થાઓ ઉપરાંત નાગરિકો દ્વારા વૃક્ષારોપણ થશે.
પ્રધાનમંત્રીશ્રીની પહેલથી તા.૫ જૂન વિશ્વ પર્યાવરણ દિવસે શરુ થયેલા *એક પેડ મા કે નામ* અભિયાન અંતર્ગત જિલ્લામાં અવિરત વૃક્ષારોપણ કરવામાં આવી રહ્યું છે. તા.૧૭ સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન શ્રી નરેન્દ્ર ભાઈ મોદીના જન્મદિવસ નિમિત્તે સ્કૂલ, કોલેજો, ધાર્મિક અને સેવાકીય સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, ગ્રામ પંચાયતો, વિવિધ સરકારી કચેરીઓ ઉપરાંત ખેડૂતો,નાગરિકો અને સંસ્થાઓ દ્વારા પર્યાવરણના રક્ષણ માટે એક પેડ મા કે નામ અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરશે. જિલ્લાના નાગરિકોને જિલ્લાની વિવિધ ખાતાકીય નર્સરીઓમાંથી રોપાઓ પણ પૂરા પાડવામાં આવશે. આથી વધુમાં વધુ નાગરિકોને આ રોપાઓ મેળવી વૃક્ષ વાવેતર અને ઉછેરમાં સહભાગી થવા જિલ્લા કલેકટર શ્રી ડો રતનકવર ગઢવીચારણે અનુરોધ કર્યો છે.
અહેવાલ:- પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!