SABARKANTHA

400 વર્ષ પુરાણા મહુડાના ઝાડ નીચે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ડોક્ટર ગોવિંદસિંહ મીનામા આદિવાસી આશ્રમ શાળા- નવા ભેટાલી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને ગાંધી જયંતી ની ઉજવણી કરવામાં આવી .

*400 વર્ષ પુરાણા મહુડાના ઝાડ નીચે ભારત સ્કાઉટ ગાઈડ સંઘ દ્વારા ડોક્ટર ગોવિંદસિંહ મીનામા આદિવાસી આશ્રમ શાળા- નવા ભેટાલી ખાતે લાલ બહાદુર શાસ્ત્રી જયંતિ અને ગાંધી જયંતી ની ઉજવણી કરવામાં આવી .*

ભિલોડા તાલુકાના ભેટાલી મુકામે ડોક્ટર ગોવિંદસિંહ મીનામા આદિવાસી આશ્રમ શાળામાં સાબરકાંઠા અરવલ્લી ભારત ગાઈડ સંઘ દ્વારા ૮૬ વર્ષના ગુજરાત વિદ્યાપીઠ ના આદિવાસી સંશોધન અને તાલીમ કેન્દ્રના નિયામક શ્રી ડોક્ટર સિધ્ધરાજ ભાઈ સોલંકીના અધ્યક્ષ સ્થાને લાલ બહાદુર શાસ્ત્રી અને મહાત્મા ગાંધી જયંતી ની ઉજવણી ના ભાગરૂપે આશ્રમશાળાના બાળકો સાથે જ્ઞાન ગોષ્ઠી કરવામાં આવી. જિલ્લા ચીફ કમિશનર અતુલભાઇ દીક્ષિત દ્વારા બાળકોને વિવિધ રમતો રમાડ–વામાં આવી. આ પ્રસંગે જિલ્લા ટ્રેનીંગ કમિશનર વૈશાલીબેન પટેલ, જિલ્લા રેંજર કમિશનર સોનલબેન ડામોર, જિલ્લા ટ્રેનિંગ સ્કાઉટ કમિશનર વિષ્ણુભાઈ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમની તૈયારી અને સંચાલન રાજ્ય પ્રતિનિધિ અને આચાર્યશ્રી કૈલાસબેન બરંડા એ કર્યું હતું. અને વ્યવસ્થા દક્ષાબેન પાંડવે કરી હતી. આગામી વન ભ્રમણ કાર્યક્રમ માટે ચર્ચા વિચારણા કરી આયોજન માટે કૈલાસબેન બરંડાને જવાબદારી સોંપવામાં આવી.

અહેવાલ:-પ્રતિક ભોઈ

Back to top button
error: Content is protected !!